જામનગર તાલુકાના સીક્કા ગામમાં ટીપીએસ કોલોનીમાં રહેતાં મહિલાએ તેણીના ઘરે બાથરૂમમાં કોઇ કારણસર મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી ટીપીએસ કોલોની બ્લોક નંબર-404 માં એકલા રહેતા અરૂણાબા ભીખુભા કંચવા (ઉ.વ.43) નામના મહિલા ગત તા.20 ના રોજ તેણીના ઘરે બાથરૂમમાં કોઇ કારણસર બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મહિલાના પુત્ર મહિપાલસિંહ દ્વારા જાણ કરાતા પીઆઈ વી બી ચૌધરી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર મોત નિપજ્યું હતું ? તે અંગેની તપાસ આરંભી હતી.