Thursday, July 10, 2025
Homeસમાચારરાષ્ટ્રીયશું હવે UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગશે ?? જાણો શું કહ્યું...

શું હવે UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગશે ?? જાણો શું કહ્યું નાણાં મંત્રાલયે

ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી વૈશ્વિક સ્તરે બીજા દેશો સાથે જોડાયેલી છે. ત્યારે ભારતની ડિજિટલ ક્રાંતિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. માર્ચ 2025 માં UPI પર લગભગ 24.77 લાખ કરોડ રૂપિયાના 1830.151 કરોડ વ્યવહારો કરાયા છે. ત્યારે શું હવે UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગશે…?? આ પ્રશ્નના ઉત્તર માટે ચાલો જાણીએ કે નાણાં મંત્રાલય શું કહે છે..

- Advertisement -

આજે UPI ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય માધ્યમ છે. તેના આગમન સાથે લોકોનું જીવન પણ સરળ બની ગયું છે. જ્યારે સોશિયલ મીડિયાના આ યુગમાં ઘણી વખત નકકી કરવું અઘરું પડી જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે. ત્યારે ચાલો જાણીએ કે સોશિયલ મીડિયા પર આવતી અટકળો શું છે…? હવેથી UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગશે.. આ વાત કેટલાં અંશે સાચી છે તે અંગે સ્પષ્ટતા કરતાં સરકારે પોતે કહ્યું નાણાંમંત્રાલયે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, સરકાર ઓનલાઈન ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે જ્યારે આ તમામ અફવાઓ બંધ થવી જોઇએ.

નાણાંમંત્રાલયે પોતાની પોસ્ટમાં કહ્યું કે, આવી બિનજરૂરી ગભરાટ ફેલાવોનો પ્રયાસ કરતી અફવાઓથી દૂર રહો. UPI વ્યવહારો પર MDR વસુલવામાં આવશે તેવી અટકળો અને દાવાઓ સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક છે.

- Advertisement -

ભ્રષ્ટાચાર અટકાવવા માટે ટેકનોલોજી અને ડિજીટલ સાધનોનો અસરકાર રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે આવી અફવાઓથી દૂર રહેવું જોઇએ અને દુકાનદારો UPI દ્વારા પેમેન્ટ મેળવવા અથવા કરવા માટે વધારાના શુલ્ક વસુલવાની યોજના બનાવી રહ્યા છે તેવી પાય વિહોણી અફવાઓને હવા ન આપતા ડિજીટલ ઈન્ડિયાની ક્રાંતિમાં સાથે જોડાઈ જવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular