Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરસ્વામી નારાયણનગર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ફેઇલ થઈ જતાં વિજ તંત્ર કામે લાગ્યું

સ્વામી નારાયણનગર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ફેઇલ થઈ જતાં વિજ તંત્ર કામે લાગ્યું

- Advertisement -

જામનગરમાં સ્વામિનારાયણ નગર નજીક સ્મશાન ના પાછળના ભાગમાં આવેલૂં વીજતંત્રનું એક ટ્રાન્સફોર્મર એકાએક ફેઇલ થઇ ગયું હતું, અને સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. પીજીવીસીએલની ટીમ દ્વારા રાત્રિના સમયે સ્ટોર ખોલાવી નવું ટ્રાન્સફોર્મર કઢાવીને રાત્રિના અંધારામાં ટોર્ચ લાઈટ ના સહારે ટ્રાન્સફોર્મર ફીટ કરી દઇ વીજ પુરવઠો પૂર્વવત બનાવી દીધો હતો. આ સમયે સ્થાનિક કોર્પોરેટરો પણ સહયોગી બન્યા હતા. જામનગરમાં સ્વામી નારાયણ નગર વિસ્તારમાં આદર્શ સ્મશાનના પાછળના ભાગમાં લગાવવામાં આવેલું એક વીજ ટ્રાન્સફોર્મર કે જેમાં એકાએક ફોલ્ટ થવાથી મોડી સાંજે આસપાસના સમગ્ર વિસ્તારનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

- Advertisement -

આ અંગેની વિજ તંત્રને જાણ થવાથી પીજીવીસીએલની કચેરીના જુનિયર ઇજનેર જોશી તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રાન્સફોર્મર ફેઇલ થઈ ગયું હોવાથી રાત્રિના સમયે જ વીજ કચેરીનો સ્ટોર ખોલાવ્યો હતો અને તેમાંથી નવું ટ્રાન્સફોર્મર કઢાવ્યું હતું તેમજ રાત્રિના અંધારામાં ટોર્ચના સહારે નવું ટ્રાન્સફોર્મર લગાવી દઈ વીજપુરવઠો પુન: કાર્યરત કરી દીધો હતો. જે સમગ્ર કામગીરી બે કલાક ચાલી હતી. આ સમયે સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર કેશુભાઈ માડમ તેમજ રચનાબેન નંદાણીયા પણ હાજર રહ્યા હતા અને તેઓના સહયોગ મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular