Tuesday, March 19, 2024
Homeખબર સ્પેશીયલWhatsApp Status માં લાવી રહ્યું છે નવું ફીચર

WhatsApp Status માં લાવી રહ્યું છે નવું ફીચર

- Advertisement -

WhatsApp આજના સમયની સૌથી વધુ મેસેજિંગ એપ કહી શકાય. છેલ્લા થોડા સમયથી WhatsApp પોતાના યુઝર્સને ખુશ કરવા ઘણા નવાનવા ફીચર્સ લાવી રહ્યું છે. રીપોર્ટ મુજબ WhatsApp Statusમાં એક નવું ફીચર લાવી રહ્યું છે જેની યુઝર્સ દ્વારા છેલ્લા ઘણા સમય થી માંગણી હતી.

- Advertisement -

WABetaInfoના એક રીપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તેના WhatsApp Statusમાં Undo બટન મુકવા જઈ રહ્યું છે. જે ફીચરમાં તમે WhatsApp Status લગાવવામાં કોઈ ભૂલ કરો છો તો તમારી પાસે તાત્કાલિક તેને બદલવાનું કે ડીલીટ કરવાનું ઓપ્શન હશે. એટલેકે WhatsApp Statusમાં લાગેલા Undo બટનથી તમે તાત્કાલિક ખોટા કે ભૂલથી મુકાયેલા સ્ટેટ્સને રીમૂવ કરી શકશો.

અત્યારે જો તમે WhatsApp Statusને ડીલીટ કરી શકો છો પરંતુ તેના માટે તમારે સ્ટેટ્સમાં જઈને તેને સિલેક્ટ કરવું પડે છે અને ત્યારબાદ તેને ડીલીટ કરી શકો છો. આ પ્રક્રિયામાં સમય વધુ લાગે છે અને તમારી આ પ્રક્રિયા દરમ્યાન તમારાથી ભૂલમાં મુકાયેલા કે ખોટા સ્ટેટ્સને અમુક લોકો જોઈ પણ લે છે.

- Advertisement -

હજુ સુધી આ ફીચરને જાહેર કરવામાં આવ્યું ન હતું અને તેને WhatsApp Beta Android 2.21.22.3 પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. તેની સફળતા પૂર્વક ટેસ્ટીંગ કર્યા બાદ તેને જાહેર કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular