ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં હાલ મિશ્ર ઋતનું વાતાવરણ બની ગયું છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી લાગે છે તો વળી બપોરના કે દિવસના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે તો અમુક રાજ્યોમાં વરસાદની આગાહી પણ કરી છે ત્યારે જામનગર સહિત ગુજરાતના ઘણાં જીલ્લામાં વાદયછાયુ વાતાવરણ જોવા મળે છે. ત્યારે આ મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્યને સારું રાખવા માટે શું કરવું જોઇએ ચાલો જાણીએ.
મિશ્ર ઋતુ એટલે કે, ઠંડી પુરી થાય અને ગરમીની શરૂઆત થાય ત્યારે શરીરમાં કેટલાંક ફેરફારો થતા હોય છે. ત્યારે શું તકેદારી રાખવી જોઇએ.
આહાર : હળવો, સુપારય આહાર લેવો જેમ કે, ખીચડી, દાળ-ભાત, શાકભાજી, ફળો વગેરે ઠંડા ખોરાક ને બદલે ગરમ ખોરાક લેવો જે શરીરને ગરમી આપે. પાણી વધુ પીવું જોઇએ. તેમજ તેલ મસાલાનો ઉપયોગ યોગ્ય વપરાશ કરવો જોઇએ.
વિહાર: હળવી કસરત કરો, શરીરને યોગ્ય આરામ પણ આપો, તણાવથી દૂર રહો, સૂર્ય પ્રકાશ લો.
આ ઉપરાંત આમળા, તુલસીના પાન, હળદરનું દુધ વગેરેનું સેવન કરો. જે ખુબ ફાયદાકારક છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)