Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરનું જળસંકટ હળવું કરવા માટે 'સૌની યોજના'માંથી પાણી ઠાલવવાનું શરૂ - VIDEO

જામનગરનું જળસંકટ હળવું કરવા માટે ‘સૌની યોજના’માંથી પાણી ઠાલવવાનું શરૂ – VIDEO

જામનગરમાં વરસાદ ખેંચાતા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-૩, ઊંડ-૧ અને સસોઈ ડેમોમાં માત્ર આ માસ ના અંત સુધી એટલેકે આગામી દસ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરતાં “સૌની યોજના” મારફતે મચ્છુ-૨ ડેમમાંથી આજી-૩ ડેમમાં પાણી ઠાલવવાનું ગઈકાલથી શરૂ કરાવ્યું છે, જેના કારણે શહેર પર મંડરાતું જળસંકટ હળવું થવાની આશા જાગી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાએ શહેરની આશરે સાત લાખની વસ્તીને પીવાનું પાણી નિયમિત મળી રહે તે માટે રાજ્ય સરકાર સમક્ષ કુલ ૫૫૦ એમસીએફટી પાણીની માંગણી કરી હતી. તેમાં આજી-૩ ડેમ માટે ૨૦૦ એમસીએફટી, ઊંડ-૧ ડેમ માટે ૨૦૦ એમસીએફટી અને સસોઈ ડેમ માટે ૧૫૦ એમસીએફટી પાણીની માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં મચ્છુ-૨ ડેમમાંથી આજી-૩ ડેમમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે, જ્યારે આગામી દિવસોમાં સરકારના શેડ્યૂલ મુજબ અન્ય ડેમોમાં પણ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે, તેમ જામનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના અધિકારી નરેશ પટેલે જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular