જામનગર શહેરમાં ગઇકાલે રાત્રીના સમયે વાતાવરણમાં પલટા વચ્ચે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં ખુશી છવાઇ હતી. જોકે ફરી એક વખત મેઘરાજા શહેરીજનોને હાથ તાળી આપી જતાં રહ્યા હતાં. ધ્રોલ તથા લાલપુર તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ અડધાથી સવા ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ગઇકાલે બપોરના સમયે વાતાવરણમાં પલટા વચ્ચે મેઘરાજાની પધરામણી થઇ હતી. રાત્રીના સમયે જામનગર શહેરમાં પણ વાદળો છવાયા બાદ વિજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદનો પ્રારંભ થયો હતો. વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન વચ્ચે શરૂ થયેલા વરસાદથી શહેરીજનો ખુશ થયા હતાં અને મેઘરાજા તોફાની બેટીંગ કરશે તેવો માહોલ છવાયો હતો. જોકે શહેરીજનોની ઇચ્છાઓ ઉપર પાણી ફેરવતા મેઘરાજા હાથ તાળી આપી જતાં રહ્યા હતાં. ગઇકાલે સવારે છથી આજે સવારે છ વાગ્યે સુધીના 24 કલાક દરમિયાન ધ્રોલ તાલુકામાં એક ઇંચ, લાલપુર તાલુકામાં ઇંક ઇંચ, જોડિયામાં અડધો ઇંચ, જામનગર અને કાલાવડમાં ચાર-ચાર મી.મી. તથા જામજોધપુરમાં બે મી.મી. પાણી વરસ્યુ હતું.
View this post on Instagram
તાલુકાઓ અને શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી જોવા મળી હતી. જામનગર તાલુકાના વસઇમાં 14 મી.મી., લાખાબાવળમાં 12 મી.મી., મોટી બાણુગારમાં 12 મી.મી., ફલ્લામાં 12 મી.મી., જામ વંથલીમાં 18 મી.મી., મોટી ભલસાણમાં 30 મી.મી., અલીયાબાડામાં 20 મી.મી., દરેડમાં 10 મી.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 10 મી.મી., બાણુગારમાં 25 મી.મી., ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીમાં 21 મી.મી., લૈયારામાં 18 મી.મી., કાલાવડ તાલુકાના નિકાવામાં 10 મી.મી., ખરેડીમાં 10 મી.મી., ભલસાણ બેરાજામાં 10 મી.મી., મોટા પાંચદેવડામાં 10 મી.મી., જામજોધપુર તાલુકાના સમાણામાં 4 મી.મી., જામવાડીમાં 3 મી.મી., વાસજાળીયામાં 3મી.મી., ધુનડામાં 2 મી.મી., લાલપુર તાલુકાના પીપરટોડામાં 8 મી.મી., પડાણામાં 5 મી.મી., ભણગોરમાં 7 મી.મી., મોટા ખડબામાં 3 મી.મી., મોડપરમાં 2 મી.મી., હરીપરમાં 19 મી.મી. વરસાદ નોંધાયો હતો.


