લગ્નસરાની સીઝન ચાલી રહી છે દરેક તરફ ઢોલ અને ડીજેના નાદો સંભળાઈ રહ્યા છે આધુનિક યુગમાં લગ્નનો તામજામ અને ભવ્યતા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે કયાંક જુદી જુદી થીમ, ડ્રેસ કોડ, જુદી જુદી ભવ્ય એન્ટ્રી, ડાન્સ પફોર્મન્સ, રોશનીનો જગમગાટ વગેરે નજરે પડે છે. ત્યારે ઉત્તરપ્રદેશના હમીરપુરનો એક લગ્નનો વીડિયો ખૂબ ચર્ચામાં છે.
હમીરપુરનો એક લગ્નનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં એક શ્રીમંત પરિવારના પુત્રના લગ્ન ખુબ જ સાદગીથી થયા છે. પોતાના ખેડૂત પિતાની ઈચ્છા પુરી કરવા માટે દિકરાએ જુની પરંપરા મુજબ મંડપમાં લગ્નના શપથ લીધા અને ક્ધયાને વૈભવી કારના બદલે બળદગાડા પર વિદાય કરાવી.
આ અનોખા લગ્ન જોવા તેમજ દુલ્હનની બળદગાડામાં વિદાય જોવા મહિલાઓની ભીડ એકઠી થઈ ગઇ હતી. ક્ધયાને બેસાડયા પછી વરરાજા પોતે બળદગાડા પર તેના ઘરે પહોંચ્યો જ્યાં પરિવાર અને પાડોશીઓેએ બંનેએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. તે ઉપરાંત સમગ્ર લગ્નવિધિમાં આકર્ષણનું કેન્દ્ર બનતું વિદાય સમયનું ગીત હતું. ‘કોન દિશા મે લેકે ચલા રે બતોહિયા…’
હમીરપુરના 25 શહેરનો રહેવાસી રાજુ દ્વિવેદી ખેડૂત છે. રોહિણી સાથે લગ્ન કર્યા બાદ વરરાજાએ પરંપરા મુજબ બળદગાડામાં વિદાયની ઈચ્છા દર્શાવી હતી. આમ કરોડપતિ પુત્રએ પોતાની ઈચ્છાને માન આપતા ભારતીય પરંપરા મુજબ સાદગીપૂર્ણ લગ્નવિધિ કરીને દાખલો બેસાડયો હતો. અને રોહિણી એ પણ તેના પતિને સાથ આપીને આ પરંપરાગત લગ્ન તેમજ વિદાયને અપનાવી હતી. આ વીડિયોને લોકોમાં કુતુહલ જગાડયું છે અને ભારતીય પરંપરા માટે લોકોને જાગૃત્ત પણ કર્યા છે.