Thursday, July 10, 2025
Homeરાજ્યહાલારલૈયારા ગામ પાસે મોબાઇલ ટાવરની બેટરીચોરીમાં સંડોવાયેલ બે તસ્કરો ઝડપાયા

લૈયારા ગામ પાસે મોબાઇલ ટાવરની બેટરીચોરીમાં સંડોવાયેલ બે તસ્કરો ઝડપાયા

રૂા. 4.90 લાખનો મુદામાલ કબ્જે કરતી પોલીસ : આરોપીઓ વિરૂઘ્ધ રાજકોટમાં પણ ગુનાઓ નોંધાયા હતા

ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે આવેલા મોબાઇલ ટાવરની બેટરીની ચોરીના કેસમાં ધ્રોલ પોલીસે બે શખ્સો માણેકપર ચોકડી પાસેથી ઝડપી લીધાં હતાં. આરોપીઓ સામે રાજકોટ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનમાં પણ બે ગુના નોંધાયા હોય, આરોપીઓ નાસતા ફરતા હોવાથી તે કેસ પણ ઉકેલાયો હતો. પોલીસે બન્ને શખ્સોને ઝડપી લઇ કુલ રૂા. 4,90,000ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ટાવરની 45 નંગ બેટરીઓ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં સંડોવાયેલ આરોપીઓ હાલમાં બોલેરો પીકઅપ વાહન લઇને મોરબી-ટંકારાથી ધ્રોલ તરફ આવતા હોવાની ધ્રોલ પોલીસ સ્ટેશનના હે.કો. રાજેશભાઇ મકવાણા, કલ્પેશભાઇ કામરિયા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા તથા કરણભાઇ શિયાળને બાતમી મળતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર (ગ્રામ્ય)ના નાયબ પોલીસ અધિક્ષક આર. બી. દેવધા તથા પીઆઇ એચ. વી. રાઠોડના માર્ગદર્શન ધ્રોલ પોલીસ સ્ટેશનના હે.કો. રાજેન્દ્ર મકવાણા, કલ્પેશભાઇ કામરિયા, બી. પી. વઘોરા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયાળ તથા રવિરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ડાભી સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી માણેકપર ચોકડી પાસેથી સામુ મનોજ આમેણિયા તથા સાયર દલસુખ મકવાણા નામના બે શખ્સોે ઝડપી લઇ રૂા. 1,80,000ની કિંમતની 45 નંગ અલગ અલગ કંપનીની બેટરીઓ, રૂપિયા 3 લાખની કિંમતની જીજે36-વી-3160 નંબરની બોલેરો પીકઅપ ગાડી તથા રૂા. 10 હજારની કિંમતના બે નંગ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.

આરોપીની પૂછપરછ દરમ્યાન લૈયારા ગામ પાસે મોબાઇલ ટાવરની બેટરીની ચોરી કર્યાની કેફિયત આપી હતી. આરોપીઓ વિરૂઘ્ધ રાજકોટ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા હોય આરોપીઓ નાસતા ફરતા હતા. જે કેસનો પણ ભેદ ઉકેલાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular