Thursday, July 10, 2025
Homeરાજ્યગુજરાતરાજ્યના 199 તાલુકામાં વરસાદ ખાબકયો

રાજ્યના 199 તાલુકામાં વરસાદ ખાબકયો

ત્રણ સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાની જમાવટ યથાવત

રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધબધબાટી ચાલુ જ છે. તેવામાં છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો હજુ પણ કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે. સાયકલોનિક સર્કયુલેશન, મોન્સૂન ટફ સક્રિય થયું છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદ રહેશે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામ કંડોરણામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના ઇડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, ધોરાજીમાં 4.6 ઈંચ અને જામનગરના જોડિયામાં 4 ઈંચ તો મુન્દ્રામાં 3.86 ઈંચ જ્યારે લાલપુરમાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી સાત દિવસ સુધી વરસાદી જમાવટ રહેશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, અરવલ્લી, મહિસાગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular