Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતા બે શખ્સ ઝડપાયા

દિગ્વીજય પ્લોટમાંથી એલસીબીએ એક શખ્સને દબોચ્યો : અન્ય એક શખ્સની સંડોવણી ખુલ્લી : લીમડાલાઈનમાંથી એક શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચના પ્રસારણ ઉપર ક્રિકેટનો જૂગાર રમાડતા શખ્સને એલસીબીને ટીમે 11500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ક્રિકેટનો જૂગાર રમતા શખ્સને રૂા.3770 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 વિસ્તારમાં ભારતમાં રમાતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચેની મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડતા હોવાની એલસીબીના કાસમ બ્લોચ અને હરદીપ બારડને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન વિમલનાથ એપાર્ટમેન્ટની પાછળ દિગ્વીજય પ્લોટ 45 માંથી ભરત ઉર્ફે મોન્ટી અરવિંદ નંદા નામના શખ્સને દબોચી લીધો હતો.

એલસીબીની ટીમે ભરત પાસેથી રૂા.6500 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા. 11,500 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જૂગાર રમાડવામાં ભરત ઉર્ફે ભજ્જી નંદાનું નામ ખૂલતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં જાહેરમાં મોબાઇલમાં આઈસીસી વર્લ્ડ કપ પાકિસ્તાન અને શ્રીલંકાની વન ડે મેચ પર જૂગાર રમાડતા દિનેશ નારણ તખતાણી નામના શખ્સને સીટી બીડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઝડપી લઇ રૂા.770 નીરોકડ રકમ અને ત્રણ હજારની કિંમતનો મોબાઇલ મળી 3770 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular