Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરપૈસાની લેતી-દેતી મામલે બે યુવાન પર બે શખ્સોનો હુમલો

પૈસાની લેતી-દેતી મામલે બે યુવાન પર બે શખ્સોનો હુમલો

ધરારનગર-ર માં ઢીકાપાટુનો માર માર્યો : છરીનો ઘા ઝિંકી ઇજા પહોંચાડી : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ

જામનગર શહેરના ધરારનગર-ર વિસ્તારમાં પૈસાની બાબતે બે શખ્સોએ મજૂરીકામ કરતાં યુવાન ઉપર છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં પ્રભુકૃપા સોસાયટીમાં રહેતો હાજીભાઇ ઉંમરભાઇ સોટા નામનો 44 વર્ષનો યુવાન રવિવારે સાંજના સમયે ધરારનગર-ર વિસ્તારમાં આવેલી હોટલે ચા-પાણી પીવા ગયો હતો. ત્યારે હુસેન ઉર્ફે ચોર અને જાવિદ જમાલ લંઘા નામના બે શખ્સોએ આવીને હુસેને હાજી પાસે હું તારી પાસે પૈસા માંગું છે તે આપી દે. તેમ કહેતા હાજીએ તું નથી માંગતો, હું તારી પાસે પૈસા માંગું છું. તેમ જણાવતા બન્ને શખ્સોએ હાજીને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને હાજીએ ગાળો કાઢવાની ના પાડતાં હુસેન ઉર્ફે ચોરએ છરી કાઢી હુમલો કર્યો હતો. હુમલામાં વચ્ચે પડેલા નઝીરભાઇને બન્ને શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં નઝીરભાઇ અને હાજીભાઇ નામના બે વ્યકિતઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં બનાવની જાણના આધારે હે.કો. બી.બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ હાજીભાઇ સોતાના નવેદનના આધારે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular