જામજોધપુરમાં શહિદ વીર દિલીપભાઇ સોલંકીને શ્રધ્ધાંજલિ અપાઇ
ઝારેરા ગામના વતની શહીદ વીર દિલીપભાઇ સોલંકી (સગર) કે જે ઈન્ડિયન આર્મીમાં કોબ્રા કમાન્ડો હતા તે ગત તા.27/09/2023 ના રોજ દેશની રક્ષા કાજે શહીદ થયા અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ એકમાત્ર વીર ‘કોબ્રા કમાન્ડો’ ની પોસ્ટમાં હતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે જામજોધપુર સગર સમાજ ખાતે સગર સમાજ પ્રમુખ જયેશભાઇપીપરોતર, અગ્રણી જીવનભાઈ કારેણા, અરવિંદભાઈ સોલંકી, તેમજ મોહનભાઈ નકુમ દ્વારા રામધુનનું આયોજન કર્યુ હતું. આ રામધૂનમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા દીપ પ્રગટાવી શહીદ વીરને શ્રધ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, શહેર ભાજપા પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયત સભ્ય વશરામભાઈ કારેણા, હસમુખભાઇ સોલંકી, ઘેલડાના ગોવિંદભાઈ કદાવલા, ભીમશીભાઈ શીર, ડેરી આંબરડીના માલદેભાઈ પીપરોતર, જીણાવારીના જોકરભાઈ કારેણા વગેરે આગેવાનો તેમજ મોટીસંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.