Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર ઝડપાયો

જામનગરમાંથી ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર ઝડપાયો

સિટી એ ડીવીઝન પોલીસે હાપા યાર્ડ પાસેથી દબોચ્યો : 48 હજારના ત્રણ મોબાઇલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં હાપા માર્કેટીંગ યાર્ડ તરફ જવાન રસ્તા પરથી બે મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા તસ્કરને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ 48 હજારના ત્રણ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં થયેલી બે મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગે પો.કો. હિતેશ સાગઠીયા, હેકો શૈલેષ ઠાકરીયા અને એએસઆઈ કરણસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે હાપા માર્કેટીંગ યાર્ડ જવાન માર્ગ પર આવેલી ઝુંપડપટ્ટી પાસે વોચ વોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાાર થતા પોલીસે અજય ઉર્ફે ટિપુડો મુકેશ પરમાર (રહે. વરુડી તા. કાલાવડ)નામના શખ્સને આંતરીને તલસી લેતા તેના કબ્જામાંથી સેમસંગનો રૂા.20000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા વન પ્લસનો રૂા.20000 ની કિંમતનો અને રેડમી કંપનીનો રૂા.8000 ની કિંમતનો ચોરાઉ મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂા.48000 ની કિંમતના ત્રણ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular