Saturday, June 14, 2025
HomeવિડિઓViral Videoઆજ સુધીમાં કોઇએ પોતાની માતા પર આવો નિબંધ તો નહીં જ લખ્યો...

આજ સુધીમાં કોઇએ પોતાની માતા પર આવો નિબંધ તો નહીં જ લખ્યો હોય – VIDEO

સોશિયલ મીડિયા પર એક રમુજી વિડિયો વાયરલ થઇ રહ્યો છે. તે વિડિયોમાં એક બાળકે તેની માતા માટે નિબંધ લખ્યો છે, જે તેની માતા વાંચી રહી છે. નિબંધ સાંભળીને તમે પેટ પકડીને હસવાના છો

સોશિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે લોકોને કયારેય કંટાળો આવવા દેતું નથી. દરરોજ કઇંકને કઇંક નવું લાવે છે. જેમાંથી કેટલીક પોસ્ટ અનોખી હોય છે. જો તમે નિયમિત રીતે સોશિયલ મિડીયા ઉપર એક્ટિવ હશો તો આપે ત્યાં કેટલાંક ફની વિડિયો પણ જોયા હશે. કેટલાંક જુગાડુ વિડિયો તો, કેટલાંક સ્ટંટના વિડિયો આવતા હોય છે. તો કેટલાક ફની વિડિયો આપને ખુબ હસાવે છે. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થયો છે. જે જોઇને તમે તમારૂં હસવાનું રોકી નહીં શકો.

- Advertisement -

તાજેતરમાં જ મધર્સ ડે હતો. ત્યારે લગભગ તમામ લોકોએ પોતાની માતાને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ કરી હશે. તેમની સાથે કેટલીક મેમરીઝ શેર કરીને મધર્સ ડે વીશ કર્યું હશે. જ્યારે માતા એ દરેકના જીવનમાં એવી વ્યક્તિ છે જે તેના દરેક સમયે, દરેક સ્થિતિમાં ભાગીદાર છે. મેમરીઝ પણ એટલી અઢળક છે. ત્યારે બાળક સાથેની માતાની કેટલીક રમૂજ સ્થિતિ તો ખુબ જ યાદગાર હોય છે. મા જયારે પ્રેમ કરે છે ત્યારે વ્હાલી લાગે છે. પરંતુ મા જ્યારે ખીજાય ત્યારે વધારે વ્હાલી લાગે છે. ત્યારે અહીં માતા અને બાળકની એક રમુજનો વિડિયો વાયરલ થયો છે. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે.

સોશિયલ મિડિયાના એક્સ પ્લેટફોર્મ પર @hasnazrorihai નામના એકાઉન્ટ દ્વારા એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, આજ સુધી કોઇએ મધર્સ ડે પર માતા વિશે આવો નિબંધ નહીં લખ્યો હોય ત્યારે ચાલો જાણીએ આ વિડિયોમાં શું કહ્યું છે.

વિડિયોમાં બાળક તેની માતાને સ્કૂલથી પરત આવીને કહે છે કે, તેના શિક્ષકે તેને મધર્સ ડે પર નિબંધ લખવા માટે કહ્યું હતું. એટલે તેને માતા ખુશીથી તેને લખેલો નિબંધ વાંચવા લાગી અને વાંચવાની શરૂઆત, “મારી માતા જેવું કોઇ નથી.” ત્યાંથી થઇ અને માતા ઉત્સાહમાં આગળ વાંચવા લાગી. “દરેકની માતા એક માનવ છે, જ્યારે મારી માતાના અનેક સ્વરૂપો છે.” કહીને બાળકે નિર્દોષપણે તેના પરિવારના લોકો જે તેની માતા માટે પ્રયોગ કરતાં જુદા જુદા સ્વરૂપોના નામો બોલવા લાગે છે. જે તમે વિડિયોમાં સાંભળી શકો છો અને બાળક ફરિયાદ કરતાં કહે છે કે, મારી માતા મને મોબાઇલ વાપરવા બદલ ઠપકો આપે છે. પરંતુ પોતે ફોનનો ભરપૂર ઉપયોગ કરે છે. જેવા આ બાળકના અનુભવો છે તેવા લગભગ દરેકના ઘરમાં મમ્મી સાથેના આવા કેટલાય રમુજો થતાં હશે. જે દરેક માટે પૈસા અને ઘરેણાં કરતાં’ય મૂલ્યવાન યાદગીરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular