જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં માટી ભરવાની ના પાડી પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ યુવાન સાથે ઝપાઝપી કરી લાકડી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપસા આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સખપર ગામમાં રહેતાં વિજયભાઈ લાખાભાઈ મુછાર નામના યુવાનનું ખેતર તરસાઈ ગામની સીમમાં આવેલું હતુ અને ખેતરની બાજુના વોંકળામાં યુવાને ખેતરમાં નાખવા માટેની માટી ભેગી કરી રાખી હતી. જેથી આ માટી ભરવા જતા સમયે મેસુર રાજા કોડિયાતર, રામા રાજા કોડિયાતર અને રાજા કોડિયાતર નામના પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ગત તા.16 ના રોજ સવારના સમયે વિજયભાઈ સાથે જેમ ફાવે તેમ ગાળો કાઢી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ લાકડી વડે માથા ઉપર એક ઘા ફટકારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એચ બી વડાવીયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.