Sunday, April 27, 2025
Homeવિડિઓઅલગ અલગ જગ્યાએ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા -...

અલગ અલગ જગ્યાએ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા – VIDEO

રોકડ તથા ઓટો રીક્ષા કબ્જે કરતી ગોંડલ બી ડીવીઝન પોલીસ

- Advertisement -

અલગ અલગ જગ્યાએ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચોરી કરનાર ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઇ રૂા.14,130 ની રોકડ ઓટો રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ, રાજકોટના સાવનભાઈ ગળચર દ્વારા ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ એસટી બસમાં રાજકોટથી ગોંડલ જતા હોય આશાપુરા ચોકડી ખાતે ઉતરી રીક્ષામાં ગુંદાળા ચોકડી જતા હોય આ દરમિયાન ચાલુ રીક્ષામાં પોતાનું પર્સ ચોરી થયાનું જણાવ્યું હતું. આ કેસમાં તપાસ ચાલતી હોય રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ બી ડીવીઝન પીઆઇ જે.પી. ગોસાઈ, પીએસઆઈ પી એચ મશરુ, જે એલ. ઝાલા, એએસઆઈ રમેશભાઈ, હેકો મદનસિંહ, શકિતસિંહ, પો.કો.ઓમદેવસિંહ, સુરપાલસિંહ સહિતના સ્ટાફ દ્વારા નિલેશ ઉર્ફે રણજીત ઉર્ફે કાલી ભુપત ગેડાણી, ધનજી ઉર્ફે ધનો ઝાડીયો ઉર્ફે કારો ચોર દેવજી ગેડાણી તથા અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.14130 ની રોકડ રકમ તથા રૂા.50 હજારની કિંમતની બનાવમાં ઉપયોગ કરેલ જીજે-03-સીટી-2361 નંબરની સીએનજી રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આરોપીઓ એકસંપ કરી હાઈવે રોડ પર આવતા જતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ઉલ્ટી કરવાના બહાના કરી પેસેન્જરની નઝર ચૂકવી તેઓના ખીસ્સામાંથી પાકીટ તથા રોકડ ચોરી કરી લેતા હતા. આરોપી ધનજી વિરુધ્ધ કુલ 10પોલીસ સ્ટેશનોમાં, નિલેશ સામે ચાર પોલીસ સ્ટેશનમાં તથા અજયસિંહ વિરૂધ્ધ પાંચ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular