જામનગર જિલ્લાના લાલપુરના ભરૂડિયા નજીક રૂપાવટી નદી પાસેથી ત્રણ ભેંસ અને એક પાડાની ચોરી થયા અંગેની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા લાલપુર પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ગત તા.13 જુલાઈના રોજ બપોરના સમયે ભૂપતભાઈ કાનાભાઈ પઢીયારના ભત્રીજા પોતાની માલિકીની ભેંસો લઇ ચરાવવા માટે ગયા હતાં આ દરમિયાન લાલપુર નજીક ભરૂડિયાના જૂના કાચા રસ્તે રૂપાવટી નદીમાં ત્રણ ભેંસો તથા પાડાને બેસાડયા હતાં. તે દરમિયાન રૂા.1,50,000 ની કિંમતની ત્રણ મોટી ભેંસો તથા રૂા.30000 ની કિંમતની એક પાડી તથા એક પાડો મળી કુલ રૂા.1,80,000 ની કિંમતના પશુધનની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે ભૂપતભાઈ દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ અંગે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.