Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનામાંથી રોકડની ચોરી

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનામાંથી રોકડની ચોરી

દિવાળી પૂર્વે તસ્કરો ત્રાટકયા : રૂા.1.45 લાખની રકમ ઉસેડી ગયા : સીસીટીવી ફુટેજને આધારે તપાસ

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર ઇન્દીરારોડ પર આવેલી ભોલેનાથ કોલોનીમાં આવેલાં એક કારખાનામાં રાત્રીના ચાર વાગ્યાથી વહેલી સવાર સુધીના સમય દરમિયાન કોઇ અજણ્યા શખ્સોએ કારખાનાની દિવાલ કુદીને અંદર આવ્યા પછી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા 1.45 લાખની રોકડની ચોરી કરી નાશી ગયો હતો.

- Advertisement -


આ બનાવની વિગત મુજબ જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરના ઇન્દીરા માર્ગ પર આવેલાં જય શ્રી માંડવરાયજી કાસ્ટ ઉદ્યોગ નામના કારખાનામાં ગત તા.28ના સાંજથી 29ના વહેલી સવારના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ દિવાલ કુદી કારખાનામાં પ્રવેશ કરી બારીની ગ્રીલ તોડી ટેબલના ખાનામાં રાખેલી રૂા.1.45 લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. આ અંગે કારખાનેદાર રણજીતસિંહ દ્વારા પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનોનોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન 19 મજુર કામ કરતાં હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરાચેક કરતા એક તસ્કર દિવાલ કુદી અંદર આવ્યે પછી બારીની ગ્રિલ તોડીને રોકડ રકમની ચોરી કરતાં કેદ થઇ ગયો છે. જે તસ્કરના વર્ણનના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અનેકેટલાક શકમંદને ઉઠાવી લઇ પૂછપરછ ચોરીનો ભેદ ઉકેલાઇ જાય તેવી પૂરેપૂરી શકયતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular