ભારત સહીત વિશ્વભરના મોટાભાગના દેશોમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા 2વર્ષથી કોરોનાના હાહાકારના પરિણામે દુનિયા આખી ચિંતામાં મુકાઈ છે. પરંતુ વેક્સિન આવી ગઈ હોવાથી અને સંક્રમણ ઘટી રહ્યું હોવાથી પહેલા કરતાં ઓછો ભય છે. આ બધા વચ્ચે સારા સમચારએ છે કે WHOએ 14 દેશોને કોરોનામુક્ત જાહેર કર્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટા અનુસાર અમુક દેશોને બાદ કરતાં મોટાભાગના દેશોમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે.ભારતમાં પણ કોરોના કાબુમાં આવ્યો છે. છેલ્લા 24કલાકમાં દેશમાં 11903 કેસ નોંધાયા છે. અને 311 લોકોના મૃત્યુ થયા છે. WHOએ એવા દેશોની યાદી જાહેર કરી છે કે જ્યાં કોરોના સંક્રમણનો ડર શૂન્ય પર પહોચી ગયો છે. છેલ્લા 24કલાકમાં આ દેશો,અ કોવિડના એક પણ કેસની પુષ્ટિ થઇ નથી. જેમાં કેનેડા,આર્જેન્ટીના, સ્પેન, બાંગ્લાદેશ, બેલ્જીયમ, કોસ્ટા રિકા, શ્રીલંકા, એક્વાડોર, મ્યાનમાર, હોન્ડુરાસધાના, એલ સાલ્વાડોર,કેમરૂન, માલદીવ, લક્ઝમબર્ગનો સમાવેશ થાય છે.
તો સ્વીત્ઝરલૅન્ડ, ઓમાન, ઝામ્બીયા, મોન્ઝાબીક, કોસોવો, સેનેગલ, માલાવી, ઇસ્વાટીની,બુરુન્ડી અને મેડાગાસ્કરમાં 10થી પણ ઓછા કેસ નોંધાયા છે.