સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના વાણી ભૂષણ પૂ. પ્રીતિસુધાજી મહાસતીજી મઘ્યરાત્રીના સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામતા જૈન સમાજમાં શોક છવાય ગયો મહાસતીની પાલખી યાત્રા આજે બપોરે 4-00 કલાકે લોણીકંગ ખાતેથી નિકળશે.
મળતી વિગત મુજબ સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના સંસ્કાર ભારતી, વાણી ભૂષણ પૂ. પ્રીતિસુધાજી મહાસતીજી 83 વર્ષની ઉંમરે 64 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. 01/05/26ના રાત્રે 1:12 કલાકે પૂનામાં સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામતાં જૈન સમાજમાં શોક છવાયો છે. નાસિકમાં માતા શાંતાબેન અને પિતા ભીકમચંદજી સોનીના ગૃહાંગણે તા. 01/09/1943 ના જન્મેલા પૂ. પ્રીતિસુધાજી મહાસતીજીએ પોતાના રત્નકુક્ષિણી માતા પૂ. સુશીલકુંવરજી મ.સ. સાથે પીપલગાંવમાં તા. 07/03/1962 ના આચાર્ય પૂ. આનંદઋષિજી મ.સા.ના હસ્તે પૂ. ઉજ્જવલકુંવરજી મ.સ.ની સમીપે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી હતી. કુલ 7 બહેનો એ દીક્ષા ગ્રહણ કરી હતી.
સંસ્કાર ભારતી પૂ. મહાસતીજીની પાલખી યાત્રા શુક્રવારે બપોરે 4:00 કલાકે લોણીકંદ, ક્ષેત્રપાલ પ્રતિષ્ઠાન ખાતેથી નીકળશે. લાખો લોકોને વ્યસન, માંસાહાર ત્યાગ કરાવનાર મહાસતીજીને પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરેલ. તાજેતરમાં દેવલાલીમાં મંગલ મિલન થયું હતું.


