Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડ પાસે કચરા ગાડીના પાર્કિંગમાં ફેરવાઈ ગયું સ્પોર્ટસ ગ્રાઉન્ડ

હાપા યાર્ડ પાસે કચરા ગાડીના પાર્કિંગમાં ફેરવાઈ ગયું સ્પોર્ટસ ગ્રાઉન્ડ

ગેરકાયદે પાર્કિંગ દૂર કરી રમત-ગમતનું મેદાનમાં બનાવવા કોર્પોરેટરની રજૂઆત

- Advertisement -

જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે રમત-ગમતના મેદાન તરીકે અનામત રાખવામાં આવેલી જગ્યામાં જામ્યુકો દ્વારા કરવામાં આવી રહેલું કચરાની ગાડીઓનું ગેરકાયદે પાર્કિંગ તાત્કાલિક દૂર કરી આ જગ્યાએ રમત ગમતનું મેદાન બનાવવા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા માગણી કરવામાં આવી છે. આ અંગે તેમણે કમિશનરને આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાપા માર્કેટ યાર્ડ પાસે રમત ગમત માટે અનામત જગ્યામાં રમતનું મેદાન બનાવવા માટે જામ્યુકોએ દોઢેક વર્ષ પહેલાં રૂા.50 લાખ ફાળવ્યા હતાં. પરંતુ અહીં રમતનું મેદાન બનાવવાને બદલે હાલમાં સોલિડ વેસ્ટ વિભાગની ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કચરા ગાડીઓનું ગેરકાયદેસર પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે. જેને કારણે આજુબાજુના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે તેમજ બાળકો અને યુવાઓ માટે રમત-ગમતની સુવિધા છીનવાઈ રહી છે. ત્યારે આ ગેરકાયદેસર પાર્કિંગ તાકીદે દૂર કરી અહીં સ્પોર્ટસ ગ્રાઉન્ડ બનાવવા માંગણી કરવામાં આવી છે. જો તાકીદે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજુબાજુના વિસ્તારના નાગરિકોને સાથે રાખીને આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular