Thursday, June 17, 2021
Homeરાષ્ટ્રીયઅરબી સમુદ્ર બાદ બંગાળની ખાડીમાં ઉદભવી રહ્યું છે સીઝનનું બીજું વાવાઝોડું

અરબી સમુદ્ર બાદ બંગાળની ખાડીમાં ઉદભવી રહ્યું છે સીઝનનું બીજું વાવાઝોડું

26/27 મેની રાત્રે ઓરિસ્સા તટે ત્રાટકવાની સંભાવના

- Advertisement -

અરબી સમુદ્રમાં ઉદભવેલાં તાઉતે વાવાઝોડાંની તબાહી હજુ સમી નથી ત્યાં બંગાળની ખાડીમાં સિઝનનું બીજું વાવાઝોડું ઉદભવવાની પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. ખાનગી હવામાન એજન્સીઓના અનુમાન પ્રમાણે 22 મે આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાય શકે છે. જે ક્રમશ: વાવાઝોડાંમાં પરિવર્તિત થઇ 26/27 મેની રાત્રે ઓરિસ્સાના દરિયા કિનારા પર ત્રાટકી શકે છે.

ભારતીય ઉપમહાદ્વીપમાં સિઝનનું આ બીજું વાવાઝોડું હશે. જયારે બંગાળની ખાડીનું પ્રથમ વાવાઝોડું છે. અરબી સમુદ્રમાં ઉદભવેલું તાઉતે વાવાઝોડું હાલ ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે. ત્યારે બંગાળની ખાડીમાં બીજા વાવાઝોડાના ઉદભવની સંભાવનાએ ચિંતા જન્માવી છે. સામાન્ય રીતે ચોમાસાના આગમન પુર્વે અને ચોમાસાના અંત ભાગમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાંઓ સર્જાય છે. જે કાઠાળ વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડે છે. દરમ્યાન ગુજરાત પર ત્રાટકેલું તાઉતે વાવાઝોડું આગામી 24 કલાકમાં નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઇ જશે. જે આગળ વધતાં રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આપશે. ત્યારબાદ આ ડિપ્રેશન દિલ્હી થઇને છેક ઉત્તરાખંડ સુધી પહોંચશે અને અનેક સ્થળોએ ભારે વરસાદ વરસાવશે.

અરબી સમુદ્રમાં ઉદભવેલું તાઉતે વાવાઝોડું અને બંગાળની ખાડીમાં આકાર પામનારું સંભવિત વાવાઝોડું ભારતિય ચોમાસાને આગળ વધવામાં મદદરૂપ થાય તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. જોકે વધુ પડતાં વાવાઝોડાં ચોમાસું સિસ્ટમને બગાડી પણ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 31 મે એ કેરળમાં ચોમાસું બેસી જવાની આગાહી કરી છે. જે માટે હાલતુર્ત અનુકુળ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular