Thursday, June 17, 2021
Homeરાજ્યગુજરાતગુજરાતમાં વાવાઝોડાથી 13ના મોત, જાણો અત્યાર સુધીના તમામ અપડેટ્સ

ગુજરાતમાં વાવાઝોડાથી 13ના મોત, જાણો અત્યાર સુધીના તમામ અપડેટ્સ

PGVCLમાં વાવાઝોડાની અસર : વહેલી સવાર સુધી ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થઈ જશે

- Advertisement -

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ તબાહી સર્જી છે. ગતમોડી રાત્રે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લીધા બાદ તોફાન હવે અમદાવાદથી આગળ વધ્યું છે. ત્યારે વાવાઝોડાની અત્યાર સુધીની રાજ્યની સ્થિતિને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ જાણકારી આપી છે. ગુજરાતમાં સવાર સુધીમાં વાવાઝોડાના લીધે 3 લોકોના મૃત્યુ થયા હતા જે વધીને 13 થયા છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે કુલ 674 રસ્તાઓ બંધ થયા હતા. જે પૈકી566 રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા અને રાજ્યના 112 રસ્તા હજુ પણ બંધ છે. રાજ્યના 46 તાલુકામાં 4ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.  ભારે પવનના લીધે 5951 ગામમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે. પરંતુ આવતીકાલે તમામ જગ્યાએ વીજપુરવઠો પુનઃ શરુ થશે. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલ 122 પૈકી 83 હોસ્પિટલોમાં ફરીથી વીજપુરવઠો શરુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને લઇને આગોતરા આયોજનથી મોટી જાનહાની ટળી છે.

સીએમએ જણાવ્યું કે હાલ વાવાઝોડું  અમદાવાદથી આગળ વધ્યું છે. અને વહેલી સવાર સુધીમાં ગુજરાતમાંથી પસાર થઇ જશે. સીએમએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાઉ’તે વાવાઝોડામાં સૌથી વધારે અસર પામેલા જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજીને થયેલ નુકશાનીની અને રાહત તથા બચાવકાર્યોની વિગતો મેળવી હતી. વિના વિલંબે રાહતકાર્યો અને જીવન જરૂરી વ્યવસ્થાઓના રિસ્ટોરેશન માટે સૂચનાઓ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular