જામનગર શહેરમાં આગામી દિવસોમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળો યોજાનાર છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇ આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની ઝુંપડપટ્ટીના દબાણો હટાવવામાં આવ્યા હતાં. ઝુંપડપટ્ટી ખાલી કરાવી પ્રદર્શન મેદાન ખુલ્લુ કરાવવામાં આવ્યું હતું. જામ્યુકોના એસ્ટેટ શાખાના અનવર ગજજણ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાવવામાં આવી હતી.