Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના 485માં સ્થાપના દિવસની ઉજવણી - VIDEO

જામનગરના 485માં સ્થાપના દિવસની ઉજવણી – VIDEO

મેયર, ધારાસભ્યો સહિતના દ્વારા ખાંભી પૂજન તથા પ્રતિમાઓને ફુલહાર

- Advertisement -

જામનગરના 485માં સ્થાપના દિવસની ગઇકાલે ઉજવણી કરવામાં આવી હતી. મેયર, ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ તળાવની પાળ તથા લાલબંગલા સર્કલ નજીકની પ્રતિમાઓને ફુલહાર વિધી પણ કરવામાં આવી હતી.

- Advertisement -

485 વર્ષ પહેલા જામમરાવળજી દ્વારા શ્રાવણ સુદ સાતમના દિવસે જે તે સમયે હાલના જામનગર અને તે વખતના નવાનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. જે માટે જુદી જુદી જગ્યાઓ પર શહેરની થાંભલી રોપવામાં આવી હતી. જેના પુજનની પ્રથા આજ સુધી ચાલુ રહી છે. જામનગર મહાનગરપાલિકા આયોજિત કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખિમસુર્યાના હસ્તે દરબારગઢ નજીક આવેલી એક દુકાનમાં રહેલી શહેરની સ્થાપનાની થાંભલીનું પૂજન ગઇકાલે સવારે 9 વાગ્યે યોજાયું હતું.

- Advertisement -

આ વેળાએ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા , શાસક પક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા તથા કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠિયા, ડીમ્પલબેન રાવલ, અરવિંદભાઇ સભાયા, સુભાષભાઇ જોશી અને કોર્પોરેશનના ડેા. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. થાંભલી પૂજન થઇ ગયા બાદ મહાનુભાવો દ્વારા સાડા નવ વાગ્યાથી રણમલ તળાવમાં આવેલી નગરના સ્થાપક જામરાવળજી, જામ રણજીતસિંહજી, જામદિગ્વિજ્યસિંહજીની પ્રતિમાઓને તેમજ દેશના પ્રથમ સરસેનાપતિ સર રાજેન્દ્રસિંહજીની લાલબંગલા સર્કલમાં આવેલી પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular