બજાર નિફ્ટી — બેન્ક નિફ્ટી– મીડ કેપ ઈન્ડેક્સ બધા નવા ઝોનમાં અને નવેસરથી તેજી તરફી બ્રેકઆઉટ આપવાની તૈયારી થઇ રહી છે.
મંગળવારના રોજ નિફ્ટી મામૂલી સુધારાનોકરી4.55સાથે બંધ આવેલ છે જયારે બેંક નિફ્ટી 0.56% ના સુધારા સાથે બંધ આવેલ છે.
મંગળવારના રોજ વિવિથ સેક્ટરમાં મીડિયા સેક્ટર 2.04%ના સુધારા સાથે અને રિયાલીટી 0.99 % ના સુધારા સાથે બંધ આવેલ છે. તો બીજી બાજુ ફાર્મા અને જાહેર ક્ષેત્રની બેંકમાં મામૂલી પ્રોફિટ બુકિંગ જોવા મળેલ છે.
ડેરિવેટિવનીએ યાદીમાં ટોપ 5 કંપની માં
જી એમ આર 14%
ગુજરાત ગેસ 8.82%
ઝી ટીવી 5.57%
નોકરી 4.55 % અને
આઈ બુલ હાઉસિંગ 3.78 % છે
જયારે ટોપ 5 નબળા શેરો માં
અને એમ ડી સી -3.22 %
એસ આર ટી ટ્રાન્સફઈનાન્સ -1.93 %
અદાણી પોર્ટ -1.62 %
પી એન બી -1.62 % અને
કેડિલા -1.45% નબળા જોવાય છે.
સારા અને હજી સુધારાની શરૂઆત થતી હોય તેવા શેરોમાં
એશિયન પેન્ટ, એમ આર પી એલ, બ્રિટાનિયા, અને નોકરી વિષે વાત કરીયે.
1) એશિયન પેન્ટ: રૂ 3041: સાપ્તાહિક રીતે 2.5% ના સુધારો જોવાયો છે અને 3 અઠવાડિયાના કોન્સોલિડેશન પછી નવે રેન્જમાં ગયો છે. ઈન્ડીકેટોર નવી તાકાત બતાવી રહેલ છે. ગયા સપ્તહમાં ‘હરામી બ્લેક ” પ્રકારની કેન્ડેલ સ્ટિકની રચના પછી નવો ઝોન બતાવે છે. આથી રૂ 3055 ઉપર જતા 3090 – 3140 – 3224 અને 3273 જોવા મળે. હવે નીચામાં રૂ 2956 નો સ્ટોપ રાખવો
2) નોકરી રૂ 4905: ખુબજ સુંદર ફોલિંગ વેજની રચનામાંથી તેજી તરફી બ્રેકઓઉટ આવેલ છે. નજીકનું રૂ 5094 નું મથાળું પસાર થતા સુધારો આગળ વધે અને રૂ 5024 થી રૂ 5143 નો ભાવ 24 થી 48 કલાકમાં જોવા મળી શકે છે રૂ 4850 ના સ્ટોપ સામે તેજી કરી શકાય. નજીકના લેવલ 5024 – 5143 – 5368 – 5488 આવે છે ત્યારે રૂ 4840 સ્ટોપ રાખવો.
3) એમ આર પી એલ; રૂ 54.80 આ શેરમાં ગણા સમય પછી વીકલી ચાર્ટમાં તેજી તરફી બ્રેકઓઉટ આપીને થોડોક સમય પસાર કરીને નવેસરથી તેજી જોવા મળે છે. હાલની તેજી ની ચાલમાં રૂ 67 થી રૂ 72 નો ભાવ જોવા મળે . રૂ 51 ના સ્ટોપથી વેપાર કરવો.