Thursday, March 28, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ તેજીની વિક્રમી ચાલ...

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૫૧.૫૩ સામે ૫૨૭૫૧.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૭૧.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૮.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૧.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૭૭૩.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૨.૬૫ સામે ૧૫૮૬૬.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૫૩.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૭૧.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના મહામારીની પ્રતિકૂળતાઓ વચ્ચે આજે સેન્સેક્સે અને નિફટીએ ફરી નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો. કામકાજના પ્રારંભિક તબક્કાથી જ સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સ તેમજ નિફ્ટી ફ્યુચરે નવી ઓલટાઈમ હાઈ સપાટીની રચના કરી હતી. દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ ઘટાડો અને વિવિધ રાજ્યો દ્વારા અનલોકની હાથ ધરાયેલી પ્રક્રિયાના પગલે આર્થિક ગતિવિધીઓ પુન: ધમધમતી થતા અર્થતંત્રમાં પણ સુધારો નોંધાવા સાથે નવી માંગ નીકળવાનો આશાવાદ પ્રબળ રહેતા નાણાંકીય તરલતાના પગલે રીટેલ સહિત તમામ સ્તરના રોકાણકારો બજારમાં સક્રિય બનતા પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસના લક્ષ્યાંકમાં ઘટાડો કરાયો છે. પરંતુ અનલોકની પ્રક્રિયા તેમજ સરકારી રાહતોના કારણે અર્થતંત્રમાં ઝડપી વૃધ્ધિનો બજારમાં આશાવાદ વચ્ચે વેક્સિનેશન મુદ્દે ઉહાપોહ બાદ સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસી આપવાની કરાયેલી જાહેરાતથી બજારનું મોરલ સુધર્યું છે. આ ઉપરાંત વિવિધ સરકારી તેમજ મધ્યસ્થ બેંકના પગલા તેમજ રિઝર્વ બેંક દ્વારા નીચા વ્યાજ દર જાળવી રાખવાની તેમજ તરલતાની સ્થિતિ જળવાઈ રહેવાના પગલાની જાહેરાતની બજાર પર સાનુકૂળ અસર થતા તેજીની વિક્રમી ચાલ આગળ વધી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, યુટિલિટીઝ, મેટલ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૦ અને વધનારની સંખ્યા ૧૯૪૩ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર મંદ પડયા સાથે હવે આર્થિક ગતિવિધિ દેશભરમાં વધવા લાગતાં અને ચોમાસાની પણ દેશમાં સમયથી વહેલી સારી શરૂઆતના પોઝિટીવ પરિબળે આર્થિક વિકાસને આગામી દિવસોમાં વેગ મળવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોએ શેરોમાં સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં રી-રેટીંગ સાથે વેલ્યુબાઈંગ વધાર્યું છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીના તોફાન સાથે સેન્સેક્સ, નિફટીને નવી ઐતિહાસિક ઊંચાઈએ મૂકી દીધા છે. પરંતુ ફુગાવો-મોંઘવારી ફરી અસહ્ય બનવા લાગી છે, ક્રુડ ઓઈલના વધતાં ભાવો સાથે પેટ્રોલ, ડિઝલના ઐતિહાસિક નવી ઊંચાઈને આંબતા ભાવો આગામી દિવસોમાં બજારની તેજીને આંચકા આપી શકે છે. આ સાથે ભારતીય શેરબજારમાં ઓવરહીટની પરિસ્થિતિમાં ગમે તે ઘડીએ કરેકશન આપીને ફંડો બજારમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતાં જોવાઈ શકે છે. જેથી સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે. આગામી દિવસોમાંમાં ચોમાસાની પ્રગતિ નજર રહેશે.

તા.૧૬.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૫.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૮૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૯૦૯ પોઈન્ટ થી ૧૫૯૧૯ પોઈન્ટ ૧૫૯૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૫.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૨૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૩૫૦ પોઈન્ટ થી ૩૫૪૭૪ પોઈન્ટ, ૩૫૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૩૩ ) :- ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૧૯ ) :- રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૮ થી રૂ.૧૦૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૨૫ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૮ થી રૂ.૮૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૨૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૭૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૪૭૪ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૬૧ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૮૮ થી રૂ.૯૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૪૦ ) :- ૬૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૬૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૭૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular