Sunday, November 27, 2022
Homeરાજ્યજામનગરદેવભૂમિ દ્વારકા ખાતે 1 અને 2 ઓકટોબરના રોજ નેશનલ ટેક્ષ કોન્ફરન્સ યોજાશે...

દેવભૂમિ દ્વારકા ખાતે 1 અને 2 ઓકટોબરના રોજ નેશનલ ટેક્ષ કોન્ફરન્સ યોજાશે : VIDEO

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડના સહયોગથી યોજાનારી કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે હાલારના સાંસદ પૂનમબેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી હાજર રહેશે : બે દિવસીય કોન્ફરન્સમાં દેશના 400 ડેલીગેટસ ઉપસ્થિત રહેશે

- Advertisement -

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેકટીશનર્સ સાથે નેશનલ એસોસિએશન ઓફ ટેક્ષ પ્રોફેશનલ્સ, ઘી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એશોસિએશન, ટેક્ષ એડવોકેટ એશોસિએશન ઓફ ગુજરાત, જામનગર બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI, ઘી કોમર્શિયલ ટેક્ષ પ્રેકટીશનર્સ એશોસિએશન, જામનગર અને જામનગર ટેક્ષ ક્ધસલટન્ટસ એશોસિએશન મળીને દ્વારકા ખાતે તારીખ 01 અને 02 ઓક્ટોબર 2022 ના રોજ બેદિવસીય નેશનલ ટેક્ષ કોન્ફરસન્સ નું આયોજન કરવા જઈ રહ્યા છે.

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લીમીટેડ ના સહયોગથી આયોજીત થતી આ કોન્ફરન્સમાં ભારતના વિવિધ ભાગો મથી આશરે 400 ડેલીગેટ્સ ઉપસ્થિત રહેવાના છે જેમાં મુખ્ય મહેમાન તરીકે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમ અને અતિથી વિશેષ તરીકે રીલાયન્સ ઇન્ડની ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજભાઇ નથવાણી ઉપસ્થિત રહેવાના છે.

- Advertisement -

આ કોન્ફરન્સમાં ઇનકમ ટેક્ષ તથા જીએસટી ને સંકલિત અલગ અલગ વિષયો પર સમગ્ર દેશમાં જાણીતા અને તજજ્ઞો વક્તવ્ય આપવાના છે.
જેમાં દિલ્હી ખાતે રહેતા દેશના અગ્રગણ્ય વકીલ જે. કે. મીતલ અને ગુજરાતનાં યુવા જોશ એવા ઉચિત શેઠ, મુંબઈથી પધારવાના નિકીતા બધેકા, જયપુરના જાણીતા એડવોકેટ પંકજ ઘીયા જીએસટીને લગતા મુદ્દાઓ પર તથા ગુજરાત હાઇકોર્ટના સિનીયર એડવોકેટ તુષાર હેમાણી, સૌરભ સોપારકર ઇનક્મ ટેક્ષને લગતા મુદ્દાઓ પર પોતાનું જ્ઞાન પાથરવાના છે.

આ કોન્ફરન્સમાં ઇનકમ ટેક્ષ કાયદા હેઠળ જાહેર થયેલ ફેસલેસ એસેસમેન્ટ, બેનામી સંપત્તિ, ઇનકમ ટેક્ષ કાયદાનુ ભવિષ્ય, કર કાયદાઓમાં ટેકનોલોજીના ઉપયોગનો વ્યાપ અને તેના લાભાલાભ, જીએસટી કાયદા હેઠળ સર્વોચ્ચ અદાલતોના ચુકાદાઓનું વિશ્ર્લેષણ અને તેની અસરો, ઓશન ફ્રેઇટ, ઇનપુટ ટેક્ષ ક્રેડીટ, જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની છે.

- Advertisement -

ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટીશનર્શના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હી – ગાજીયાબાદ (ઉ.પ્ર) ના જાણીતા વકીલ ડી. કે ગાંધી આ માહીતીઓ આપી છે આ કાર્યક્રમના મુખ્ય ચેરમેન ભાવિક ધોળકીયા છે તથા સંયોજક જયેશ કાનાણી છે તથા આ કાર્યક્રમના સફળ આયોજન માટે સહ સંયોજક તરીકે નિલય પોપટ, કૌપિલ દોષી, અંકિત સાવલા, સૈફી કુરેશીએ પોતાનું યોગદાન આપ્યું છે અને અક્ષત વ્યાસ, સમીર જાનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ઓપ લઇ રહ્યો છે

આ કાર્યક્રમમાં જામનગર બ્રાંચ ઓફ ICAI ના ચેરમેન દીપી ગોસ્વામી, જામનગર ટેક્ષ ક્ધસેલટન્ટ એશોના પ્રમુખ આનંદ રાયચુરા, ધી ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એશો. ના પ્રમુખ હર્નિષ મોઢ, ધી ટેક્ષ એડવોકેટ એશો. ઓફ ગુજરાતનાં પ્રમુખ પંકજ ભાઇ શાહ, નેશ્નલ એશો. ઓફ ટેક્ષ પ્રોફેશ્નલના રાષ્ટ્રીય મંત્રી નિગમ શાહ, ધી કોમર્શિયલ ટેક્ષ પ્રેક્ટીશનર્શ એશો- જામનગરના ઉપપ્રમુખ રવિન્દ્ર માણેક વગેરે પોતાની સંપુર્ણ ટીમ સાથે છેલ્લા 3 મહીનાથી કાર્યરત છે તથા આવનાર દરેક મેમ્બરોની આવાગમનની તૈયારીઓ મેક માઇ ટ્રીપ વળા વિશાલ દુધેલાએ કરેલ છે તેમજ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં મીડિયા સંયોજક રાકેશ ભટ્ટ, મુકેશ વિરાણી અને જગદીશ ઘાડિયાએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular