જામનગરમાં શંકરટેકરી, ઉદ્યોગનગરમાં આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર નવીનચંદ્ર ખીમજીભાઇ સંચાણીયાએ નાસિકની પેઢી ક્રિએટીવ પાવરટેક પ્રા. લિ.ને બ્રાસપાર્ટના પિતળનો માલ તેઓની જરુરીયાત મુજબ વર્ષોથી મોકલતા બાદમાં એપેલન્ટ (પ્રતિવાદી) કોઇ માલ સબબનું પેમેન્ટ મોકલાવવાનું બંધ કરી દીધું અને રિસ્પોન્ડન્ટ (વાદી)ને ફોન કે કોન્ટેકટ કરવાનું પણ બંધ કરી દીધું હતું અને પેમેન્ટ અન્વયે ગલા-તલા કરતાં જેથી અંબિકા ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર, નવીનચંદ્ર ખીમજીભાઇ સંચાણીયાએ પોતાના વકીલ મારફત જામનગરના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટમાં સમરી સ્યૂટ દાવો દાખલ કર્યો હતો. જે દાવો જામનગરની અદાલતમાં ચાલી જતાં નાસિકની પેઢીએ રૂા. 6,17,068 વાર્ષિક 18 ટકા દાવાની તારીખથી જ્યાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો તથા દાવાનો તમામ ખર્ચ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઇ એપેલન્ટ ક્રિએટીવ પાવરટેક પ્રા. લિ. દ્વારા સિવિલ કોર્ટનો હુકમ રદ્ કરવા જામનગરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં અદાલતે બન્નેપક્ષોની દલીલ સાંભળી, રિસ્પોન્ડન્ટ તરફે વકીલ નીતલ એમ. ધ્રુવની દલીલ તથા હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ હાલના એપેલન્ટ ક્રિએટીવ પાવરટેક પ્રા. લિ. દ્વારા કરવામાં આવેલ અપીલ રદ્ કરી સિવિલ કોર્ટનો હુકમ યથાવત્ રાખવાનો હુકમ કર્યો છે.
અંબિકા ઇન્ડસ્ટ્રીઝની પેઢી તરફે સિનિયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુન્દ્રા, અશ્ર્વિન એ. સોનગરા રોકાયેલ હતાં.