પ્રયાસ કાર્યક્રમના અંતર્ગત કર્મચારી ભવિષ્યનિધિ દ્વારા પીપીઓની નકલ પેન્શનરને અપાય છે. જે તેમની સેવા નિવૃત્તિના દિવસે ઇપીએફઓ દ્વારા પીપીઓની નકલ તેમને બોલાવીને તેના હાથમાં આપવામાં આવે છે. આ કામ અંતર્ગત ઇપીએફઓ જિલ્લા કચેરી જામનગર પ્રાદેશિક ભવિષ્યનિધિ આયુક્ત-2 અંશુલ કુમાર દ્વારા કોરડીયા આમદને પેન્શન પેમેન્ટ ઓર્ડરની નકલ આપવામાં આવી હતી.
પ્રાદેશીક આયુક્ત-2 દ્વારા પીએફમાં નોંધાયેલ બધા કારખાનાને અપીલ કરવામાં આવી છે કે, તેમને ત્યાં કાર્ય કરતાં કર્મચારી જે યોગ્યતા ધરાવતા લાભાર્થીઓ હોય તે પ્રયાસના લાભ લેવાનું કાર્ય કરે.
જિલ્લા કાર્યાલય જામનગર દ્વારા દરરોજ અભિમુખનું આયોજન કરવામાં આવે છે. જેમાં કર્મચારી અને માલિકોની સમસ્યાના સમાધાન કરવામાં આવે છે. કર્મચારી ભવિષ્યનિધિ કાર્યાલય દ્વારા બધા નિયોક્તાઓને પીએફ સભ્યોના બાકી ઇ-નોમિનેશન પૂર્ણ કરવા અપીલ કરવામાં આવે છે. આ સાથે બધા જ પેન્શનરોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓએ દર 12 માસે પોતાનુ ડિજિલ લાઇફ સર્ટિફીકેટ ખાતરીપૂર્વક કરાવવું જોઇએ.