શું તમે એવું વિચારી શકો છો કે કોઇ દેશની સરહદ લોકોના ઘરમાંથી પસાર થતી હોય…? તો ચાલો આજે એવી એક સરહદ વિશે વાત કરીએ જે ફક્ત બે દેશોને જ નહીં પરંતુ બે લોકોના ઘર, રસ્તા, દુકાનો અને કાફે ટેબલને પણ બે ભાગમાં વહેંચે છે.
જ્યારે આપણે કોઇ દેશની સરહદ વિશે વિચારીએ ત્યારે કડક સુરક્ષા, લશ્કરી દેખરેખ અને ખતરનાક વાતાવરણ વિશે વિચારીએ છીએ. જેમ કે, ભારત અને પાકિસ્તાનની સરહદ પરંતુ આપણે એક એવી સરહદ વિશે વાત કરવાના છીએ જે આ બધાં જ વિચારોથી અલગ છે.
આ વાત છે નેધરલેન્ડ-બેલ્જિયમ બોર્ડરની નેધરલેન્ડ્સના બાલે-નાસાઉ અને બેલ્જિયમના બાર્લે-હર્ટોગ શહેરો વેચ્ચે ફેલાયેલી આ સરહદ એટલી જટિલ છે કે, ઘણાં ઘરોમાં રસોડું એક દેશમાં અને બેડરૂમ બીજા દેશમાં હોય છે. સરહદ ઓળખવા વચ્ચે જમીન પર સફેદ ક્રોસ નેધરલેન્ડ અને બેલ્જિયમના ચિન્હો બનાવવામાં આવ્યા છે. જે તમને જણાવે છે કે, તમને કયા દેશમાં ઉભા છો.
આ સરહદ 12મી સદીના જમીન સોદાઓ અને 1843ના આંતરરાષ્ટ્રિય સંધિઓ દ્વારા રચાય છે. અહીં કુલ 29 એન્કલેવ છે. એટલે કે, એક દેશના ટૂકડા બીજા દેશની અંદર છે. અહીં ડિબીઅરગ્રેન્સ કાફેમાં ગ્રાહક એકજ ટેબલ પર બેસીને બેલ્જિયમમાં અને નેધરલેન્ડસમાં બર્ગરનો આનંદ માણી શકે છે.