Monday, April 28, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટેની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. ગાઇડલાઇન્સ મુજબ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે ડૉક્ટરો તરફથી આપવામાં આવતી અનેક દવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સીટી સ્કેન સહીત બિનજરૂરી ટેસ્ટ પણ બંધકરી દેવા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસએ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા કોરોના દર્દીઓની સારવાર માટે સંશોધિત ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં એન્ટીપાઇરેટિક અને એન્ટીટ્યૂસિવને બાદ કરતાં તમામ દવાઓને હટાવી દેવામાં આવી છે. નવી  ગાઇડલાઇન્સ મુજબ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે ડૉક્ટરો તરફથી આપવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટીવિટામીન અને અન્ય દવાઓને બંધ કરી દેવામાં આવી છે. હવે તેમને માત્ર તાવ માટે એન્ટીપાઇરેટીક અને શરદીના લક્ષણ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં આવશે.

ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે આવા સંક્રમિત લોકોને અન્ય ટેસ્ટ કરવવાની પણ જરૂર નથી. આ ઉપરાંત એસિંમ્પટોમેટિક દર્દીઓને સિટી સ્કેન જેવા બિનજરૂરી ટેસ્ટની પણ મનાઈ કરવામાં આવી છે.કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક અને હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે.  તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લક્ષણ વગરના દર્દી છે તેમને કોઈ દવા ન આપવી, તેમાં શરત એટલી છે કે તેઓ બીજી કોઈ બીમારીથી પીડિત ન હોવા જોઈએ. બીજી તરફ હળવા લક્ષણ ધરાવતા દર્દી છે તેમને જાતે જ શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલ મોનિટર કરવા માટે જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular