વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા તેમજ આનંદભાઈ દ્વારા આજરોજ પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત કેનાલ ખાતે નિરીક્ષણ કરી કૌશલ કોર્પોરેશનના એન્જીનિયરને દેખાડી કોન્ટ્રાકટરને વ્યવસ્થિત કામ કરવા જણાવ્યું હતું. જામનગરમાં પ્રીમોન્સૂન કામગીરીમાં કેનાલોમાં પાઈપ પડયા હોય. પાંચ-પાંચ વર્ષથી ઝાડ પણ પડયા છે. આ અંગે કોઇ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી ન હોય. આગામી વરસાદની સિઝનમાં લોકોને મુશ્કેલી પડી શકે છે જેને ધ્યાને લઇ રચનાબેન તથા આનંદભાઈ દ્વારા કેનાલનું નિરીક્ષણ કરી કેનાલમાં રહેલ કચરો-પાઈપ-વૃક્ષ વગેરે હટાવી વ્યવસ્થિત સાફ-સફાઈ કરાવવા માટે કોન્ટ્રાકટરને સૂચના અપાવાઈ હતી. જેથી આગામી ચોમાસા દરમિયાન કેનાલોમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય અને લોકોને મુશ્કેલી ન પડે.