Tuesday, August 16, 2022
Homeરાજ્યજામનગરજામનગરમાં 48 કલાકમાં પારો 6 ડિગ્રી ગગડ્યો, લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી

જામનગરમાં 48 કલાકમાં પારો 6 ડિગ્રી ગગડ્યો, લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી

- Advertisement -

જામનગર સહિત હાલારપંથકમાં ત્રણ દિવસ સુધી હવામાનમાં પલટા સાથે ઠેર ઠેર કમૌસમી વરસાદ બાદ શનિવારથી વાદળો વિખેરાયાબાદ વાતાવરણ સ્વચ્છ રહ્યુ હતુ. જામનગરમાં ત્રણ દિવસમાં જ પારો 6 ડીગ્રી ગગડી જતા તાપમાન 10.6 ડિગ્રી થતા તિવ્ર ઠંડીથી જનજીવન ધ્રુજી ઉઠયુ હતુ.

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યા બાદ ત્રણેક દિવસ સુધી જુદા જુદા સ્થળે હળવો ભારે વરસાદ પણ વરસ્યો હતો. સતત ત્રણ દિવસ સુધી માવઠા બાદ શનિવારે વાદળો વિખેરાતા વાતાવરણ સ્વચ્છ થયુ હતુ અને સુર્યનારાયણના દર્શન થયા હતા. જોકે,માવઠા બાદ શિયાળાએ પણ આગવો મિજાજ દર્શાવ્યો હતો. જામનગરમાં લઘુતમ તાપમાન શુક્રવારે 16.5 નોંધાયા બાદ 6 ડીગ્રીના કડાકા સાથે આજે 10.6 ડિગ્રી એ પહોચી જતા તિવ્ર ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ.કાતિલ ઠંડી સાથે વેગીલો વાયરો ફુંકાતા વાતાવરણ બપોર બાદ જ ઠંડુગાર રહયુ હતુ. કડકડતી ઠંડીના કારણે રાત્રીના પગરવ સાથે માર્ગો પણ મહદઅંશે સુમસામ જોવા મળ્યા હતા.

જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી, મહત્તમ તાપમાન 24 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 76 % નોંધાયું હતું. હજુ પણ વધુ તાપમાન નીચું જશે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આગામી સપ્તાહમાં ઠંડીનું જોર હજુ વધશે અને તાપમાન સિંગલ ડીઝીટમાં આવી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular