જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસા રમતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન નવ શખ્સોને દબોચી લઇ રૂા.12,24,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાદેવનગરમાં રહેતાં લાખા દલુ ધારાણી નામનો શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો અખાડો ચલાવતો હોવાની પો.કો. કિશોર પરમાર, હેકો ધાના મોરી, પોકો કલ્પેશ મૈયડ, હેકો ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
એલસીબીએ દરોડામાં ઘોડીપાસાના અખાડાનો સંચાલક લાખા દલુ ધારાણી, સતિષ હરીશ મંગે, હેમંત અમલમલ ગજરા, યાસીન ઈબ્રાહિમ દરજાન, સાજણ નાથા મુન, આસિફ યુનુસ ખપી, ડાડુ કરણા ભાટીયા, કચરા લખધીર સંધિયાર, બિપીન સોમા ચાવડા નામના નવ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,53,500 ની રોકડ રકમ, રૂા.31,000 ની કિંમતના 8 નંગ મોબાઇલ, રૂા.10,40,000 ની કિંમતની એક કાર અને એક બાઈક મળી કુલ રૂા. 12,24,500 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.