ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના 25 વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ “રોટલી કેમ કાચી છે?” તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી.

આટલું જ નહીં, આરોપી વિજય દ્વારા પોતાના પત્નીને લોખંડના સળિયા વડે આડેધડ ઘા ફટકારતા તેમને મૂઢ ઈજાઓ પહોંચી હતી. આ પ્રકરણમાં આરોપીએ પોતાના પત્નીને બીભત્સ ગાળો કાઢી, ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે ભોગ બનનાર મહિલા નીતાબેન કેશવાલાની ફરિયાદ પરથી વિજય હમીરભાઈ કેશવાલા સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.