ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. આ ઋતુમાં પાણી પીવું અને સારી રીતે હાઇડ્રેટેડ રહેવું સ્વાસ્થ્ય માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. આ ઋતુમાં લોકો ઠંડુ પાણી વધારે પીવે છે. ઘણા લોકો એકદચ ચિલ્ડ વોટર લેવાની આદત હોય છે. શું તમને પણ તડકામાંથી આવ્યા પછી ફ્રીઝમાંથી પાણી કાઢીને પીવા લાગો છો. જોત મે આ કરો છો તો જાગૃત રહો. ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતા નુકસાન પણ થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે ઠંડુ પાણી શરીરમાં સંતુલન પેદા કરી શકે છે. અને પાચન પ્રક્રિયાને ધીમી કરી છે. તો ચાલો આજે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા ઠંડા પાણીથી થતાં નુકસાન વિશે શું કહે છે ? તે જાણીએ…

- સતત ઠંડુ પાણી પીવાથી કબજીયાતની સમસ્યા થઇ શકે છે. જયારે તમે ઠંડુ પાણી પીઓ છો ત્યારે ખોરાક શરીરમાંથી પસાર થતી વખતે સખત થઇ જાય છે. આંતરડા સંકુચિત થાય છે.
- ઠંડું પાણી પેટની અગ્નિને ઠારી નાખે છે. ખોરાકની પચવાની ક્રિયા મંદ પડી જાય છે. જેથી પાચનને લગતી સમસ્યા ઉભી થાય છે. તેટ ફુલવા લાગે છે.
- ઠંડું પાણી બ્રેઇન ફ્રીઝ કરી શકે છે. કરોડરજૂની ઘણી સંવેદનશીલ નસોને ઠંડી કરે છે. તરત તમારા મગજને સંદેશા મોકલે છે. સાઇનસની સમસ્યા વધી શકે છે.
- ઠંડું પાણી હૃદયના ધબકારા ઘટાડે છે. તે ચેતનાને ઉતેજીત કરે છે. જે શરીરના અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરે છે. જેને વેગર્સ નર્વ કહે છે તે નર્વ સિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે. તે હૃદય માટે સારૂં નથી કારણ કે, તેનાથી હૃદય સંબંધિત ઘણી અન્ય સમસ્યાઓ થઇ શકે છે.
- વજન વધે છે : શરીરમાં રહેલી ચરબી બર્ન જાવામાં મુશ્કેલી થાય છે. ઠંડું પાણી ચરબીને સખત બનાવે છે. માટે તે વજન વધવાનું મહત્વનું કારણ બની રહે છે.
આમ, ઉનાળાના તાપ, ગરમીમાં તમે ફ્રીઝનું ઠંડું પાણી અવોઇડ કરીને કુદરતી માટલાનું ઠંડુ પાણી પીવાથી તબિયતને નુકસાન થતું નથી. માટલાનું ઠંડુ પાણી શરીરમાં તાપમાનને નુકસાન નથી પહોંચાડતું. જયારે ફ્રીઝને ચિલ્ડ વોટર શરીરના સંતુલનને વિખેરી નાખે છે. જેથી અમુક રોગો શરીરમાં ઘર કરી જાય છે.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટેે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડૉકટરની સલાહ લો.)