જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના યુવાન સાથે અર્ટીગા કાર વેંચાણથી આવતા વિશ્વાસમાં લઇ વાહનમાલિકનું ખોટું નામ ધારણ કરી સહી કરી રૂા.1,70,000 ની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત ુમજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતો અને વાળંદકામ કરતા ધવલભાઈ ભગવાનજીભાઈ વિસાણી (ઉ.વ.37) નામના યુવાન સાથે શેઠવડાળા ગામના મિલન ચંદુલાલ વિસાણી, સંગીતાબેન રાજેશ આલાણી, નામધારણ કરનાર અજાણી મહિલા તથા એક અજાણ્યા શખ્સ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ધવલને જીજે-01-ડબલ્યુબી-1253 નંબરની અર્ટીગા કાર રૂા.1,70,000 માં વેંચાણથી આપવા માટે બતાવી વિશ્ર્વાસમાં લીધો હતો અને ત્યારબાદ વાહન માલિકનું ખોટું નામ અને ખોટી સહિ વેંચાણ કરારમાં કરી ખોટા દસ્તાવેજો બનાવી ધવલ પાસેથી રોકડા રૂા.1,70,000 પડાવી લીધા હતાં અને ત્યારબાદ કાર આપી ન હતી. આ છેતરપિંડીના બનાવમાં ધવલે તેના જ ગામના શખ્સ સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસઘાતની ત્રણ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ પી જી પનારા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.