Monday, May 16, 2022
Homeરાષ્ટ્રીયકોંગ્રેસીઓને હજુ ગાંધી પરિવારનો મોહ છૂટતો નથી

કોંગ્રેસીઓને હજુ ગાંધી પરિવારનો મોહ છૂટતો નથી

ચિંતન શિબિરમાં પ્રમુખપદ માટે હરીફરીને રાહુલ પર જ આવ્યા

- Advertisement -

ઉદયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીને પાર્ટીના પૂર્ણકાલીન અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી. આની માંગ કરતાં કેરળના કોંગ્રેસના લોકસભા સાંસદ ટીએન પ્રતાપે મોટું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ નિયમિત રાજકારણી હોવા જોઈએ. કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, તેથી ઉદેપુર ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ અંગે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી, પરંતુ નેતાઓ પાર્ટી નેતૃત્વમાં સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે. આ કડીમાં કેરળના લોકસભા સાંસદે રાહુલને ફરીથી સત્તા સંભાળવાની માંગ કરી હતી.

- Advertisement -

આ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની તમામ બેઠકોમાં વરિષ્ઠ નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચમાં યોજાયેલી 110231ની બેઠકમાં રાહુલે નેતાઓને આશ્ર્વાસન આપ્યું હતું. કે તેઓ તેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી સોનિયા ગાંધીએ ફરીથી પાર્ટીની ભાગડોર સંભાળવી પડી. જો કે રાહુલ ગાંધીએ પાટટીના મહત્વના નિર્ણયોમાં પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમના પર મોદી સરકાર વિરુદ્ધ માત્ર ટ્વિટર પર સક્રિયતા દર્શાવવાનો આરોપ છે. આના પર ઢાંકપિછોડો કરતા ટી પ્રતાપને કહ્યું કે પાર્ટી અધ્યક્ષે નિયમિતપણે સક્રિય રહેવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular