જામનગરમાં ઢીચડા રોડ પર આવેલા સેનાનગરમાં રહેતાં પ્રૌઢાના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ બનાવી તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી સોના-ચાંદીન દાગીના મળી કુલ રૂા.3,92,500 ના દાગીના ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએેલની મદદ વડે તપાસ આરંભી હતી.

ચોરીના બનાવની વિગત મુજબ, ઉત્તર પ્રદેશના ફતેપુર જીલ્લાના અસુથર ગામના વતની અને હાલ જામનગરમાં ઢીચડા રોડ પર આવેલા સેનાનગર વિસ્તારમાં રહેતાં માયાબેન રમેશભાઈ ચંદ્રા (ઉ.વ.56) નામના પ્રૌઢા ગત તા.24/10 થી 9/11 સુધીના સમય દરમિયાન તેમના વતનમાં પરિવાર સાથે ગયા હતાં. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું. મકાનના તાળા તોડી પ્રવેશ કરી ઘરમાંથી રૂા.15000 ની કિંમતનો સોનાનો ટીકો, રૂા.58000 ની કિંમતની 9.800 ગ્રામ વજનની ચાર નંગ સોનાની બુટી તથા રૂા.11000 ની કિંમતની 1.960 ગ્રામ વજનની સોનાની કાનની નથ તથા રૂા.60000 ની કિંમતની 10 ગ્રામ વજનની સોનાની બુટી અને રૂા.78000 ની કિંમતના 12 .900 ગ્રામ વજનના સોનાના એરીંગ તથા રૂા.13500 ની કિંમતની 2.290 ગ્રામ વજનની કાનની સર, તેમજ રૂા.59000 ની કિંમતની 9.900 ગ્રામ વજનની સોનાની બુટી સાથેનો સેટ તથા રૂા.55000 ની કિંમતની 9.510 ગ્રામ વજનની ચાર સોનાની વીંટી અને રૂા.40000 ની કિંમતની 6.890 ગ્રામ વજનની બે સોનાની વીંટી, તથા રૂા.3000 ની કિંમતના ત્રણ જોડી ચાંદીના સાંકળા સહિત કુલ રૂા. 3,92,500 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાના બનાવની પરત ફરેલા પ્રૌઢાએ જાણ કરી હતી.
જેના આધારે પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.