Tuesday, May 30, 2023
Homeરાજ્યજામનગરજામનગર પંથકના ઉંડ ડેમમાંથી વૃદ્ધનો મૃતદેહ સાંપડયો

જામનગર પંથકના ઉંડ ડેમમાંથી વૃદ્ધનો મૃતદેહ સાંપડયો

- Advertisement -

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં વૃદ્ધ ઉંડ ડેમમાં પડી જતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ ડેમના પાણીમાંથી વૃધ્ધના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -

જામનગર નજીક આવેલા ઉંડ ડેમમાં વૃદ્ધ પડી ગયાની જાણ થતા જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ડેમમાં શોધખોળ કર્યા બાદ વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ રોજીયા ગામના નિરુભા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.65) નામના વૃદ્ધનો હોવાની ઓળખ થઈ હતી. વૃદ્ધ રવિવારે સાંજના સમયે ડેમમાં પડી ગયા હતાં. બાદમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular