Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયદેશને મળ્યો પહેલો પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે

દેશને મળ્યો પહેલો પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે

વારાણસીમાં 1,800 કરોડની યોજનાઓનું ખાતમુર્હુત અને લોકાર્પણ: ટીબી સામેના જંગમાં ભારતે નવું મોડેલ રજૂ કર્યુ છે-પ્રધાનમંત્રી

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં દેશના પહેલાં પબ્લીક ટ્રાન્સપોર્ટ રોપ-વેનું લોકાર્પણ કર્યુ હતું. 645 કરોડના ખર્ચે નિર્માણ પામેલો જાહેર પરિવહન માટેનો આ રોપ-વે ભારતનો પહેલો અને વિશ્ર્વનો આ પ્રકારનો ત્રીજો રોપ-વે છે. આજે વિશ્ર્વ ક્ષય દિવસ નિમિતે વારાણસી પહોંચેલા પ્રધાનમંત્રીએ 1800 કરોડની જુદી-જુદી યોજનાઓનું ખાતમુહૂતૃ અને લોકાર્પણ કર્યુ હતું. વારાણસીમાં રાજયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું. દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં વર્લ્ડ ટીબી સમેટના સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાશી ટીબી સામેની વૈશ્ર્વિક ઝુંબેશને એક નવી ઉર્જા આપશે. 2014 પછી ભારતે નવા વિચાર અને એપ્રોચ સાથે ટીબી સામે કામ કરવાનો શરૂ કર્યુ છે. તેમણે કહ્યું કે, ભારતનો આ પ્રયાસ આજે પૂરા વિશ્ર્વ માટે ટીબી સામેની લડાઇમાં એક નવું મોડેલ છે. પ્રધાનમંત્રીએ સૌર ઉર્જા પરિયોજનાનું પણ લોકાર્પણ કર્યુ હતું. 3700થી વધુ પેનલ ધરાવતાં આ પ્રોજેકટમાંથી દરરોજ 9000 યુનિટ વિજળી ઉત્પન્ન થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular