Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દારૂની બોટલો વેચવા જાય તે પહેલાં જ એલસીબી ત્રાટકી

જામનગરમાં દારૂની બોટલો વેચવા જાય તે પહેલાં જ એલસીબી ત્રાટકી

બે કાર અને એકસેસ સહિત ત્રણ વાહનો કબ્જે : 294 બોટલ દારૂ મળી કુલ રૂા.7.49 લાખનો મુદ્દામાલ કબ્જે : બુટલેગરો છનનન....

- Advertisement -

જામનગર શહેરમાં નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં દારૂની બોટલોનું કટીંગ કરી વેચાણ કરવા જતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે બે કાર, એક એકસેસ અને રૂા.99,600 ની કિંમતની 249 બોટલ દારૂ સહિત કુલ રૂા.7,49,600 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરનો શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં રાત્રીના સમયે વાહનોમાં દારૂની બોટલોનું કટીંગ કરી હેરાફેરી કરાતી હોવાની હેકો વનરાજ મકવાણા, અશોક સોલંકી અને ઘનશ્યામ ડેરવાળિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

જોકે, બુટલેગરો પલાયન થઈ ગયા હતાં. એલસીબીની ટીમે સ્થળ પરથી જીજે-36-બી-7661 નંબરની ઈકો કાર, જીજે-06-ઇડી-5726 નંબરની વોકસવેગન વેન્ટો કાર તથા નંબર વગરનું બ્લેક કલરનું એકસેસ મળી કુલ રૂા.6,50,000 ની કિંમતના ત્રણ વાહન અને રૂા.99,600 ની કિંમતની દારૂની 249 બોટલ મળી આવતા કબ્જે કરી વાહનોના નંબરના આધારે બુટલેગરોની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular