Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં પોણા આઠ કરોડના વિકાસ ખર્ચને મંજૂરી

Video : જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં પોણા આઠ કરોડના વિકાસ ખર્ચને મંજૂરી

શહેરના મુખ્ય માર્ગો પર 42 લાખના ખર્ચે થર્મોપ્લાસ્ટ પેઇન્ટ કરવામાં આવશે

- Advertisement -

જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિએ શહેરમાં જુદા-જુદા પોણા આઠ કરોડના કામોને મંજૂરી આપી છે. ભૂગર્મ ગટર શાખા હસ્તકના સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઇન્ટેન્શન માટે રૂા. એક કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું. જયારે શહેરના નવી વિકસિત સોસાયટીઓમાં રાખવામાં આવેલાં સફાઇ કામદારોને મહેનતાણું ચૂકવવા રૂા. 1.7ર કરોડનું ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં 7.71 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સાત રસ્તા સર્કલ પાસે મિલ્ક પ્રોડકટસ આઉટલેટ પાંચ વર્ષની લીઝ પર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લીઝથી જામ્યુકોને વાર્ષિક 3 લાખની આવક થશે. હાલ કોન્ટ્રાકટ બેઇઝ પર ફરજ બજાવી રહેલાં કમિશનરના પીએની મુદતમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર થર્મોપ્લાસ્ટ પેઇન્ટ કરવા માટે રૂા. 42 લાખનું ખર્ચ મંજૂર કરવામા આવ્યું છે. આજની બેઠકમાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં કર્મચારીઓ મનુભાઇ તંબોલીયા, કિશોરભાઇ સોલંકી, નિકુંજ શુકલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, નાયબ કમિશનર ભાવશે જાની, આસી. કમિશનર કોમલબેન પટેલ તથા જુદા-જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular