Friday, April 19, 2024
Homeરાજ્યઆપણા રાજ્યપક્ષી સહીત 5000 પક્ષીઓના ઈંડા-બચ્ચા પર બુલડોઝર ફરી વળ્યું

આપણા રાજ્યપક્ષી સહીત 5000 પક્ષીઓના ઈંડા-બચ્ચા પર બુલડોઝર ફરી વળ્યું

- Advertisement -

ગુજરાતનું રાજ્યપક્ષી સુરખાબ અને ગુલાબી ધોમડો નામના પક્ષીઓ શિયાળાના સમયમાં યુરોપથી આવીને કચ્છ-પાકિસ્તાનની સરહદે વસવાટ કરતા હોય છે. પક્ષીવિદ સાલીમઅલીએ જણાવ્યું છે કે આ પક્ષીઓ મકરાનના કિનારે ઈંડા મૂકીને બચ્ચાનો ઉછેર કરતા હોય છે. પંરતુ કચ્છમાં આ પક્ષીઓ ક્યાં પ્રજનન કરે છે તે અંગે સંશોધન ચાલી રહ્યું હતું. અને આ વર્ષે કચ્છના મોટા રણમાં પક્ષીઓની મોટી વસાહત જોવા મળી હતી.પરંતુ સુરખાબ અને ગુલાબી ધોમડો નામના પક્ષીઓએ આ જગ્યાએ 5000 જેટલા ઈંડાઓ મુક્યા હતા અને તેમના પર બુલ્ડોઝર ફરી વળ્યું છે. અને આવા શખ્સો સામે વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુન્હો નોંધવાની માંગ ઉઠી રહી છે.

- Advertisement -

સારો વરસાદ થયો હોવાને પરિણામે કચ્છના રણમાં ઉનાળામાં પણ પાણી હતું અને સુરખાબ પક્ષીને ત્રણ વખત બચ્ચાં ઉછેરવાની તક મળી હતી. આ ઉપરાંત કચ્છના ઇતિહાસમાં કદી નહીં નોંધાયેલા ‘ગુલાબી ધોમડો’ની પ્રજનન વસાહત જોવા મળી છે. ડો. સાલીમ અલીએ નોંધેલા પેલીકન, સુરખાબ, ઉલ્ટીચાંચના પ્રજનન બાદ ‘ગુલાબી ધોમડો’નું પ્રજનન કચ્છની પક્ષીશાસ્ત્રની અનન્ય ઘટના છે. રોડના કામના પગલે કામદારો, કોન્ટ્રાક્ટર, મજૂરો અને કામ કરતી કંપનીના સત્તાવાળાની બેદરકારીના કારણે અહીં હજારો ઇંડા, બચ્ચાંનું કત્લેઆમ થઇ રહ્યું છે. 

કચ્છ જીલ્લાના એક માત્ર પક્ષીઓના પ્રજનન સ્થળ ઉપર પણ બુલડોઝર ફરી વળ્યું છે. કચ્છ માટે અતિદુલર્ભ અને ઐતિહાસિક પ્રાકૃતિક બનાવને સભાનપણે રોળી નાખતા પક્ષીવિદોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાકૃતિક અને સંવેદનશીલ સૃથળ પર રોડની આપેલી મંજુરી ગુલાબી ધોમડાના પ્રજનન સૃથળના વિનાશમાં આડકતરી સહભાગી બનેલી છે. અને પક્ષીપ્રેમીઓ દ્રારા ઈંડા અને બચ્ચાઓની કત્લેઆમ કરનારાઓ સામે પગલા ભરે તેવી માંગણી કરાઈ છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular