Friday, April 16, 2021
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોના કેસનો આંકડો મોટો થઇ રહ્યો છે

દેશમાં કોરોના કેસનો આંકડો મોટો થઇ રહ્યો છે

સાથે સાથે મોતનો આંકડો પણ બિહામણો બની રહ્યો છે !: કોરોના દર્દીઓના મોતને રોકી શકવામાં વિજ્ઞાન અથવા સુવિધાઓ ઉણા ઉતરે છે

- Advertisement -

દેશમાં કોરોનાના કેસના આંકડાઓ ભયજનક દિશા તરફ આગળ વધી રહ્યા છે. શુક્રવારે, 62,276 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 30,341 સાજા થયા અને 292 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં એક જ દિવસમાં 36,902 કેસ નોંધાયા છે. આ આંકડો 11 સપ્ટેમ્બરે આવેલી પ્રથમ પીક કરતાં દોઢ ગણા વધુ છે. ત્યારે અહીં 24,886 કેસ નોંધાયા હતા.

- Advertisement -

દેશમાં અત્યાર સુધીમાં 1.19 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા ઠગાઇ ચૂક્યા છે. 1,61,275 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 4.49 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર રાજયમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન તમામ મોલ રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.

- Advertisement -

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લગાવવાનો તેમનો ઇરાદો નથી, પરંતુ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેના કારણે અમે પણ એ જ રીતે આગળ વધી રહ્યા છીએ. તેમણે બધા કલેક્ટરોને કહ્યું છે કે તેઓ હોસ્પિટલોમાં પથારી, દવા અને તબીબી સુવિધાઓની પૂરતી વ્યવસ્થા કરે.

કર્ણાટક આરોગ્ય વિભાગે મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. MITનું આ કેમ્પસ બેંગલુરુથી 400 કિલોમીટર દૂર ઉડુપી જીલ્લામાં છે.

- Advertisement -

મધ્યપ્રદેશના મોટા શહેરો બાદ નાના શહેરોમાં પણ સન્ડે લોકડાઉન શરૂ થઈ ગયું છે. અહીં વિદિશા, ઉજ્જૈન, ગ્વાલિયર, નરસિંહપુર, છિન્દવાડાના સૌસરમાં રવિવારે લોકડાઉન રહેશે. આ પહેલા ભોપાલ, ઈન્દોર, જબલપુર, રતલામ, બૈતુલ, છિન્દવાડા અને ખરગોનમાં રવિવારે લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ રહેશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શુક્રવારે આપત્તિ પ્રબંધન અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો, જેનો તાત્કાલિક અસરથી અમલ પણ કરાયો હતો.

કર્ણાટક સરકારે 1 એપ્રિલથી બેંગલુરુ આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન કે સુધાકરે જણાવ્યું હતું કે શહેરમાં અન્ય રાજ્યોથી આવતા લોકોને RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે.

ગુજરાતની સ્થિતિ જોઇએ તો શુક્રવારે 2,190 નવા કેસ નોંધાયા છે. 1,422 દર્દીઓ સાજા થયા, જ્યારે 6 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.96 લાખ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.81 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,479 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 10,134 લોકો સારવાર લઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ અહીં 407 કેસ આવ્યા હતા, ત્યારથી દરરોજ નવા કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular