Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારઅપહરણ કરી તરછોડી દેતા તરૂણીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

અપહરણ કરી તરછોડી દેતા તરૂણીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

કાલાવડના શખ્સે તરૂણીના પિતાને જાતિ વિષયક અપમાનિત કર્યા : તારી પુત્રી સાથે લગ્ન કરવા છે તેમ કહી ગાળાગાળી કરી : ઘરેથી અપહરણ કરી અલગ ધર્મના હોવાથી લગ્ન શકય નથી : ભયભીત તરૂણીએ એસિડ ગટગટાવ્યું : અપહરણ કરનારે પણ એસિડ પીધું : બન્ને સારવારમાં

- Advertisement -

કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતાં શખ્સે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી તરૂણીના ઘરે જઈ તેણીના પિતાને જાતિ વિષયક અપમાનિત કરી અપશબ્દો બોલી લગ્ન કરવાનું જણાવ્યા બાદ તરૂણીનું અપહરણ કરી ભગાડી ગયો હતો અને બંને અલગ ધર્મના હોવાનું તરૂણીને જણાવી લગ્ન શકય નથી તેમ કહેતા તરૂણીના બીક લાગતા તેણીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં આયાન ઈકબાલ પંજા નામના શખ્સે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આધેડના ઘરે જઈને તેની તરૂણી પુત્રી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. જેથી તરૂણીના પિતાએ અનુસૂચિત જાતિના હોવાનું જણાવતા શખ્સે આધેડને જાતિ પ્રત્યે અપમાનિત કરી અને તારી પુત્રી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ શુક્રવારે સવારના સમયે આયાન નામના શખ્સે આધેડની 17 વર્ષની તરૂણી પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો અને ત્યારબાદ તરૂણીને આપણે અલગ ધર્મના હોય લગ્ન શકય નથી તેમ કહેતા તરૂણીને બીક લાગતા તેણીએ કાલાવડ તાલુકાના રણુજા ગામ નજીક એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તરૂણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન અપહરણ કરી જનાર આયાન પંજાએ પણ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે તરૂણીના પિતા દ્વારા જાણ કરાતા ડીવાયએસપી એમ.બી. સોલંકી તથા સ્ટાફે આયાન પંજા વિરૂધ્ધ એટ્રોસિટી, પોકસો અને અપહરણનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular