Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયગેસ સસ્તો, દૂધ મોંઘું

ગેસ સસ્તો, દૂધ મોંઘું

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.92નો ઘટાડો : અમૂલે દુધના ભાવમાં લીટરે રૂા.2નો કર્યો વધારો : સામાન્ય જનતા માટે એપ્રિલનો પ્રારંભ કહી ખુશી, કહી ગમ સાથે થયો

- Advertisement -

નવા નાણાંકિય વર્ષના પ્રારંભે સારા અને નરસા બન્ને સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીમાં રાહત ઝંખતા લોકોને ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત સાંપડી છે. તો બીજી તરફ દૂધમાં ફટકો પડયો છે. રાંધણગેસના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂા. 92નો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક અમૂલે દુધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આમ સામાન્ય જનતા માટે એપ્રિલનો પ્રારંભ કહી ખુશી, કહી ગમ સાથે થયો છે.

- Advertisement -

આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજી સિલિન્ડર લગભગ 92 રૂપિયા સસ્તો થયો છે. નવા દરો આજથી જ લાગુ કરવામાં આવ્યા છે.

એલપીજીના દરમાં આ રાહત માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને આપવામાં આવી છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ગયા મહિને 1 માર્ચના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં 8 મહિના પછી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત 2,028 રૂપિયા થશે. જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ કંપનીઓ દર નવા મહિનાની પહેલી તારીખે કઙૠ, અઝઋ, કેરોસીન તેલ વગેરેની કિંમતોની સમીક્ષા કરે છે અને તેના ભાવમાં ફેરફાર કરે છે.

દેશભરની જાણીતી ડેરી અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલે છેલ્લા છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કર્યો છે. અમૂલ દુધની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું દુધ, બફેલોના દુધ સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular