જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરવા આવેલી સુરતની 18 વર્ષિય યુવતી તેની હોસ્ટેલમાંથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા લાપત્તા યુવતી અંગે પોલીસે શોધખોળ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, સુરતના ગોપીનાથ સોસાયટી, વિભાગ-02, બ્લોક નં 81/82, પર્વતી નગર સોસાયટીની સામે,લલીતા ચોકડીની બાજુમા કતારગામમાં રહેતી જેન્સીબેન રજનીભાઈ ગજેરા નામની 18 વર્ષની યુવતી જામનગરની સરકારી ફિજીયો થેરાપી કોલેજમાં અભ્યાસ માટે આવી હતી અને યુવતી અભ્યાસ દરમિયાન ગત તા.9 ના રોજ બપોરન સમયે તેની ગર્લ્સ હોસ્ટેલમાંથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા લાપત્તા થયેલી વિદ્યાર્થિનીની શોધખોળ કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે સિટી બી ડીવીઝન પોલીસે શોધખોળ આરંભી હતી.